લોકસભા ચૂંટણી 2019માં મહારાષ્ટ્રની 48 સીટો માટે એનડીએ (બીજેપી+શિવસેના) અને ગઠબંધનમાં લડી રહેલા કોંગ્રેસ+એનસીપી વચ્ચે મુકાબલો હતો. NEWS 18-IPSOSના મહારાષ્ટ્રના એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને 42-45 સીટો મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 04-06 સીટો મળવાનો અંદાજ છે.
ગત વખતે કેટલી સીટો જીતી હતી
2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપી અને શિવસેના સાથે હતા. 2014માં બંનેએ 41 સીટો જીતી હતી. બીજેપીને 25માંથી 23 અને શિવસેનાને 23માંથી 18 સીટો મળી હતી. 2014માં એનસીપીએ 21 સીટો પર ચૂંટણી લડી હતી 4 સીટો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 26 સીટો પર લડીને ફક્ત 2 સીટો જીતી હતી.
આ વખતે નવો પડકાર
મહારાષ્ટ્રમાં આ વખતે બીજેપી સામે દલિત નેતા પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડી(VBA) અને અસબુદ્દીન ઓવૈસીની AIMIMનો સંયુક્ત પડકાર હતો. સ્વાભિમાની શેતકરી સંગઠન પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી.
મહારાષ્ટ્ર્ની 48 સીટો ઉપર ચાર તબક્કામાં મતદાન થયા હતા. પ્રથમ તબક્કામાં 11 એપ્રિલે 7 સીટો પર, 18 એપ્રિલે 10 સીટો પર, 23 એપ્રિલે 14 સીટો પર અને 29 એપ્રિલે 17 સીટો પર મતદાન થયું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર