Home /News /india /PM મોદીએ ફોટો શેર કરીને લખ્યું - ‘હિન્દુસ્તાન જિંદાબાદ થા, હૈ ઔર રહેગા’

PM મોદીએ ફોટો શેર કરીને લખ્યું - ‘હિન્દુસ્તાન જિંદાબાદ થા, હૈ ઔર રહેગા’

PM મોદીએ ફોટો શેર કરીને લખ્યું - ‘હિન્દુસ્તાન જિંદાબાદ થા, હૈ ઔર રહેગા’

ગુરદાસપુરમાં નામાંકન દાખલ કરતા પહેલા સની દેઓલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

અભિનેતા સની દેઓલ બીજેપીમાં સામેલ થયા પછી પંજાબના ગુરદાસપુરમાંથી ચૂંટણી લડી રહ્યો છે. ગુરદાસપુરમાં નામાંકન દાખલ કરતા પહેલા સની દેઓલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમે આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.

ફિલ્મ અભિનેતા સની દેઓલ પ્રધાનમંત્રીને મળ્યા પછી અમૃતસર પહોંચી ગયો છે. સની દેઓલે રવિવારે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં શીશ ઝુકાવ્યું હતું. તે સોમવારે સવારે 11 કલાકે ગુરદાસપુરમાં નામાંકન દાખલ કરશે.

પીએમે સની દેઓલના ફોટા સાથે ટ્વિટ કર્યું હતું - સની દેઓલની વિનમ્રતા અને ભારત પ્રત્યે ઘણો ઝનુન મને ગમી ગયો. તેને મળીને આજે ઘણું સારુ લાગ્યું. અમે બંને એ વાત સાથે સંમત છીએ કે - હિન્દુસ્તાન જિંદાબાદ થા, હૈ ઔર રહેગા.

આ પણ વાંચો - જેટલીએ આપ્યો માયાવતીને જવાબ - PM મોદી નથી કરતા જાતિગત રાજનીતિ

પ્રધાનમંત્રીને મળ્યા પછી સની દેઓલે ટ્વિટ કર્યું હતું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી સાથે મુલાકાત કરીને મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. બીજેપી જોઈન કર્યા પછી સની દેઓલે શનિવારે રાજસ્થાનના બાડમેરમાં રોડ શો કર્યો હતો.
First published:

Tags: Election 2019, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી, સની દેઓલ