Home /News /india /હવે દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ઠગ

હવે દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ઠગ

હવે દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ઠગ

આજે લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશી ક્યાં છે. કોઈ તેમને પુછનાર નથી - દિગ્વિજય સિંહ

    કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે પીએમને ઠગ ગણાવતા લોકોને પુછ્યું હતું કે બ્લેકમની પાછું લાવવાનો વાયદો કરનાર મોદીજી ફક્ત બાબા જી કા ઠુલ્લુ લઈને આવ્યા.

    દિગ્વિજય રાજગઢ સીટથી પાર્ટીના ઉમેદવાર મોના સુસ્તાનીના સમર્થનમાં પ્રચાર માટે આવ્યા હતા. તેમણે રાધૌગઢ અને બીનાગંજમાં સભા કરી હતી. દિગ્વિજય સિંહે મોદી સરકાર ઉપર હુમલો બોલતા નરેન્દ્ર મોદીને ઠગ ગણાવી દીધા હતા. વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું હતું કે દેશના દરેક નાગરિકના ખાતામાં 15 લાખ મોકલવાનો વાયદો કરનાર, કાળું નાણું પાછુ લાવવા અને આતંકવાદીઓને ખતમ કરવાના વાયદો કરનાર નરેન્દ્ર મોદી સૌથી મોટા ઠગ છે.

    આ પણ વાંચો - ભોપાલમાં દિગ્વિજયની રેલીમાં પોલીસકર્મીઓ ભગવો ખેસ પહેરી નજરે પડ્યા!

    દિગ્વિજય સિંહે પીએમ મોદીને સૌથી મોટા જુઠા ગણાવતા કહ્યું હતું કે મોદીજીએ ચોકીદારોને બદનામ કર્યા. મોદીજી 15 લાખનો સુટ પહેરનાર લોકોના ચોકીદાર છે. તે એવા નેતા છે જેમણે ભાજપાના સંસ્થાપકોની જ દુર્ગતિ કરી દીધી છે. આજે લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશી ક્યાં છે. કોઈ તેમને પુછનાર નથી.

    બીના ગંજમાં સભામાં દિગ્વિજય સિંહે પોતાના દિલની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે રાજગઢથી ચૂંટણી લડવા માંગતો હતો પણ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મને ભોપાલ મોકલ્યો છે. ખેડૂતોના દેવા માફીનો ઉલ્લેખ કરતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ખેડૂતોના 2 લાખના દેવા માફ કરાવવા મારી જવાબદારી છે. કોંગ્રેસને સવાલ કરનાર ભાજપે આઠ આના પણ માફ કર્યા નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Election 2019, Lok sabha election 2019, દિગ્વિજયસિંહ, પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन