Exclusive: માયાવતી અને અખિલેશ આ સીટ પરથી લડશે લોકસભાની ચૂંટણી!

News18 Gujarati
Updated: January 22, 2019, 7:32 AM IST
Exclusive: માયાવતી અને અખિલેશ આ સીટ પરથી લડશે લોકસભાની ચૂંટણી!
માયાવતી અને અખિલેશ આ સીટ પરથી લડશે લોકસભાની ચૂંટણી!

સુત્રોના મતે આ બંને દિગ્ગજોએ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે

  • Share this:
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત પછી બધાની નજર એ વાત ટકેલી છે કે બંને પાર્ટીઓના મુખિયા ચૂંટણી ક્યાંથી લડશે. કારણ કે બસપાની સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બંને હાલ કોઈપણ સદનના સભ્ય નથી. સુત્રોના મતે આ બંને દિગ્ગજોએ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. માયાવતી પશ્ચિમમાં તો અખિલેશ પૂર્વમાં મોરચો સંભાળશે.

સમાજવાદી પાર્ટીના સુત્રોના મતે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડે તે વાત લગભગ નક્કી થઈ ગઈ છે. આવી જ રીતે માયાવતીની સહારનપુરથી ચૂંટણી લડવાની વાત નક્કી છે. બંને દળના નેતા સુરક્ષિત સીટની સાથે એવી સીટ પર દાવ લગાવવા માંગે છે જેની અસર આજુ-બાજુની સીટો ઉપર પણ પડે. આથી આઝમગઢ અને સહારનપુર બંને આવી સીટો છે જેની અસર દૂર સુધી રહેશે.

પ્રદેશમાં પરંપરાગત સીટોને છોડી દેવામાં આવે તો આઝમગઢ એવી એકમાત્ર સીટ છે જ્યાં સપાએ ચૂંટણી જીતી હતી. અખિલેશ યાદવને આઝમગઢથી ચૂંટણી લડવાની વાત કરનારનો તર્ક એવો છે કે મોદી લહેરમાં પણ સપાએ આ સીટ જીતી હતી. અખિલેશ અહીંથી ચૂંટણી લડે તો તેની અસર પૂર્વાંચલ પર પડશે.

આ પણ વાંચો - અમેરિકી એક્સપર્ટનો દાવો, 2014ની લોકસભા ચૂંટણીમાં EVMમાં કરી હતી ગરબડી

પશ્ચિમમાં ગઠબંધનના પ્રભાવને મજબુત કરવા સહારનપુરથી માયાવતી દાવ લગાવી રહી છે. આરએલડી સાથે ગઠબંધન પછી દલિત અને જાટ ગઠજોડ સાથે જો મુસ્લિમ મતદાતા ગઠબંધન સાથે આવે તો આ સીટ માયાવતી માટે સુરક્ષિત બની જશે. આ સીટ પર બીએસપી ગત લોકસભા ચૂંટણીમાં ત્રીજા નંબરે હતી. જોકે 13મી અને 15મી લોકસભામાં આ સીટ બીએસપીના ખાતામાં આવી હતી.

માયાવતીને આ સીટ પરથી ચૂંટણી લડાવવાનો તર્ક એવો છે કે આ સીટના બહાને ગઠબંધન મુસ્લિમ વોટોને પોતાની સાથે લાવવમાં સફળ રહેશે, કારણ કે આ સીટ પર ચૂંટણી લડવાથી સંકેત જશે કે ગઠબંધનના નેતાઓને વિશ્વાસ છે કે મુસ્લિમ મતદાતા તેમની સાથે છે.
First published: January 21, 2019, 10:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading