બીજેપી સંસદીય દળની આજે દિલ્હીમાં બેઠક થવાની છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત બધા દિગ્ગજ નેતા સામેલ થશે. લોકસભા ચૂંટણી માટે બીજેપીના ઉમેદવારોની પ્રથમ લિસ્ટ આજે આવે તેવી સંભાવના છે. સૂત્રોના મતે પ્રથમ લિસ્ટમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.
પાર્ટીએ જમીની સ્તર ઉપર કાર્યકર્તાઓનો ફીડબેક પણ લીધો છે. માનવામાં આવે છે કે કેટલાક દિગ્ગજ ચહેરાઓની સીટની જાહેરાત પણ થઈ શકે છે. બીજેપીના પ્રથમ લિસ્ટમાં આંધ્ર પ્રદેશની અને તેલંગાણાની 42 સીટો સિવાય પશ્ચિમી યૂપી, ઉત્તરાખંડ, બિહાર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની કેટલીક સીટો હોઇ શકે છે.
તેલંગાણા અને આંધ્ર પ્રદેશની બધી સીટો ઉપર પ્રથમ રાઉન્ડમાં મતદાન છે. પ્રથમ ચરણ (11 એપ્રિલ) અને બીજા ચરણ (18 એપ્રિલ)માં કુલ 188 સીટો ઉપર ચૂંટણી થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર