સિક્કિમમાં પાંચ વાગ્યા સુધી અંદાજે 69 ટકા મતદાન થયું. લોકસભાની સાથે જ રાજ્યની 32 વિધાનસભા સીટો પર પણ મતદાન થયું. મુખ્ય નિર્વાચન અધિકારી સીઇઓ રવીન્દ્ર તેલંગે પીટીઆિને જણાવ્યું કે રાજ્ય વિધાનસભાના મતદાન દરમિયાન રાજ્યમાં ક્યાંય હિંસાના સમાચાર મળ્યા નથી. રાજ્યની એકમાત્ર લોકસભા સીટ પર પણ મતદાન થયું.
19:1 (IST)
18:53 (IST)
દેશમાં પ્રથમ ચરણના 91 લોકસભા બેઠકનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. જેમાં 18 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોનું મતદાન યોજાયું હતું.
18:43 (IST)
18:33 (IST)
5 વાગ્યા સુધીમાં બિહારમાં 50.26 ટકા, ઉત્તર પ્રદેશમાં 59.77 ટકા, આસામમાં 68 ટકા, તેલંગણામાં 60.57 ટકા, મેઘાલયમાં 62 ટકા, મનિપુરમાં 78.20 ટકા, લક્ષ્યદ્વિપમાં 65.9 ટકા મતદાન.
18:25 (IST)
તેલંગણામાં 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા
18:22 (IST)
મણિપુરમાં બે લોકસભા સીટ માટે ગુરુવારે 5 વાગ્યા સુધીમાં 78.20 ટકા મતદાન થયું. જ્યારે લક્ષ્યદ્વિપમાં 65.9 ટકા મતદાન થયું. નાગપુર સંસદીય વિસ્તારમાં 53.13 ટકા મતદાન.
18:17 (IST)
આંધ્રપ્રદેશમાં આજે 25 લોકસભા અને 175 વિધાનસભા સીટ પર મતદાન થઇ રહ્યાં છે. સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મુખ્ય વિપક્ષ YSR કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયું છે. અનંતપુરમ જિલ્લાના તડીપાત્રા વિધાનસભા વિસ્તારમાં એક ગામમાં YSR કાર્યકર્તાના મોતના સમાચાર મળ્યા છે.
17:57 (IST)
17:42 (IST)
પશ્ચિમ બંગાળમાં મતદાન કરી રહેલી વૃદ્ધ મહિલા, આ તસવીર જોઇને યુવાનોમાં પણ દેશ માટે મતદાન કરવાની પ્રેરણા આપી હતી.
દેશભરમાં આજે 11 એપ્રિલથી લોકતંત્રનો સૌથી મોટો પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019નાં પહેલા ચરણમાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાષિત પ્રદેશની 91 લોકસભા સીટો અને ચાર રાજ્યો ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, સિક્કિમની વિધાનસભાની બેઠક પર આજે સવારે 7 કલાકથી મતદાન શરૂ થઇ ગયું છે. ચૂંટણી આયોગ પ્રમાણે પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભાની સીટો માટે મતદાન થશે. ચૂંટણી પંચ અનુસાર પ્રથમ તબક્કા માટે 8 એપ્રિલ સુધી ચૂંટણી મેદાનમાં કુલ 1,279 ઉમેદવારો છે.