અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવ્યા, જયંત પાટિલ NCPના નવા નેતા

News18 Gujarati
Updated: November 23, 2019, 8:32 PM IST
અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવ્યા, જયંત પાટિલ NCPના નવા નેતા
શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. પવાર સાહેબ આપણી સાથે છે, કૉંગ્રેસ અમારી સાથે છે -ઉદ્ધવ ઠાકરે

શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. પવાર સાહેબ આપણી સાથે છે, કૉંગ્રેસ અમારી સાથે છે -ઉદ્ધવ ઠાકરે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રની રાજનીતિમાં હાઇવોલ્ટેજ ડ્રામા યથાવત્ છે. બીજેપીએ એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને સવારે સરકાર બનાવી બધાને ચોંકાવી દીધા હતા. અજીત પવાર સાથે એનસીપીના ઘણા ધારાસભ્યો હોવાનો દાવો છે. બીજી તરફ શરદ પવારે એનસીપી વિધાયકો સાથે બેઠક બોલાવી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં 30 ધારાસભ્યો પહોંચ્યા છે તેમ બતાવે છે તો કેટલાક મીડિયામાં 51 ધારાસભ્યો પહોંચવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે એનસીપીના 54 ધારાસભ્ય છે.

શરદ પવારે ભત્રીજા અજીત પવાર ઉપર કાર્યવાહી કરતા વિધાયક દળના નેતા પદેથી હટાવી દીધા છે. જયંત પાટિલને એનસીપીના વિધાયક દળના નવા નેતા બનાવ્યા છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના સીએમ અને અજીત પવારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

અજીત પવાર સાથે ગયેલા ધારાસભ્ય દિલીપ બંકર, સુનીલ શેલકે, સુનીલ ભુસરા અને સંજય બંસોડ પણ શરદ પવારની બેઠકમાં પહોંચ્યા છે. શરદ પવારને મળવા ધનંજય મુંડે પણ પહોંચ્યા છે. જે કહેવાય છે કે સવારે અજીત પવાર સાથે હતા. એનસીપી ધારાસભ્ય દિલીપરાવે ટ્વિટ કરીને કહ્યું છે કે મારા શ્રદ્ધા શરદ પવાર સાથે છે.

આ પણ વાંચો - EXCLUSIVE: BJPને સમર્થન આપનાર NCPના 9 ધારાસભ્યોને ચાર્ટડ પ્લેનથી દિલ્હી મોકલ્યા

બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યો સાથેની બેઠકમાં કહ્યું છે કે આ પરિસ્થિતિઓમાં આપણી ઉપર કોઈ પ્રભાવ પડશે નહીં. શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. પવાર સાહેબ આપણી સાથે છે, કૉંગ્રેસ અમારી સાથે છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમારે પરેશાન થવાની જરુર નથી. કોઈ હિંમત હારતા નહીં. થોડી ધીરજ રાખજો. આ સાથે તેમણે સરકાર બનાવવાનો વિશ્વાસ આપ્યો છે.
First published: November 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading