ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં આજે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની ગઠબંધન સરકાર બની ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ઉદ્ધવ ઠાકરેએ મરાઠીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શપથ અપાવ્યા હતા. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ મુખ્યમંત્રી પદ મેળવ્યું છે.

  શિવસેનાના સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેએ કેબિનેટ મંત્રીના રુપમાં શપથ લીધા હતા. એનસીપીના છગન ભુજબળ, જયંત પાટિલ અને કૉંગ્રેસના બાલાસાહેબ થોરાટ, નીતિન રાઉતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.  પીએમ નરેન્દ્ર મોદીએ શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે તે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કમર્ઠતાપૂર્વક કામ કરશે.  ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ, ડીએમકે ચીફ સ્ટાલિન, એનસીપી સુપ્રીમો શરદ પવાર, એનએનએસ ચીફ રાજ ઠાકરે હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

  આ પણ વાંચો - મહારાષ્ટ્ર : કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર, ખેડૂતોને મળશે મોટી રાહત

  કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને શુભકામના પાઠવી હતી અને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ ન થવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે પત્ર લખીને શુભકામના પાઠવી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે દેશ સામે બીજેપીથી અપ્રત્યાશિત ખતરો ઉભો થયો છે તે સમયે શિવસેના, કૉંગ્રેસ પાર્ટી અને એનસીપી એક સાથે આવી છે.

  રાહુલ ગાંધીએ પણ પત્ર લખી અભિનંદન પાઠવ્યા હતા અને શપથ ગ્રહણમાં ન આવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ બંગાળના સીએમ મમતા બેનરજી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ શપથ ગ્રહણમાં સામેલ થશે નહીં.

  પોતાની સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રાજ્યની જનતાને કહેવા માંગીશ કે અમે સારી સરકાર આપીશું. આ પ્રથમ કેબિનેટ મિટિંગ હતી અને ખુશી છે કે પ્રથમ નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢને લઈને લેવામાં આવ્યો છે. રાયગઢ કિલ્લાના સંરક્ષણ માટે 20 કરોડ રુપિયા આવંટિત કર્યા છે. મિટિંગમાં ખેડૂતોની સમસ્યાઓના મુદ્દા પર ચર્ચા કરી હતી. મુખ્ય સચિવ ખેડૂતોની સ્થિતિ પર એક-બે દિવસમાં જાણકારી આપશે અને આ પછી મોટી જાહેરાત થશે.
  Published by:Ashish Goyal
  First published:November 28, 2019, 18:25 IST