Home /News /india /VIDEO: દિલ્હીનાં રસ્તા પર Live મર્ડર, 1 મિનિટ 40 સેકન્ડમાં ખેલ ખતમ!

VIDEO: દિલ્હીનાં રસ્તા પર Live મર્ડર, 1 મિનિટ 40 સેકન્ડમાં ખેલ ખતમ!

હત્યાનાં CCTV ફૂટેજમાં આ વીડિયો સામે આવ્યો ત્યારે આ ઘટનાં ઘટી તે સમયે 32 જેટલી ગાડીઓ ત્યાંથી પસાર થઇ હતી.

હત્યાનાં CCTV ફૂટેજમાં આ વીડિયો સામે આવ્યો ત્યારે આ ઘટનાં ઘટી તે સમયે 32 જેટલી ગાડીઓ ત્યાંથી પસાર થઇ હતી.

    નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે બપોરે રોહિણી વિસ્તારમાં લાઇવ મર્ડરની ઘટના સામે આવી. હુમલાખોરોએ એક મિનિટ 40 સેકેન્ડ સુધી અંદાધુધ ફાયરિંગ કરીને શખ્સને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શૂટઆઉટની આ ઘટનાથી આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ છે. જોકે મહત્વની વાત એ છે કે હત્યાનાં CCTV ફૂટેજમાં આ વીડિયો સામે આવ્યો ત્યારે આ ઘટનાં ઘટી રહી
    હતી તે સમયે 32 જેટલી ગાડીઓ ત્યાંથી પસાર થઇ હતી. પણ કોઇએ કાર રોકવાની કે હુમલાવરોને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.

    ડઝનથી વધુ ગુના કરી ચુક્યો હતો રવિ
    મૃતક વ્યક્તિની ઓળખ થઇ ગઇ છે. તેનું નામ રવિ ભારદ્વાજ સામે આવ્યું છે. રવિ અલીપૂરનો રહેવાસી હતો. તે પોતે એક અપરાધી હતો. તેનાં પર એક લાખ રૂપિયાનું ઇનામ રહી ચુક્યું છે. તેનાં વિરુદ્ધ બવાના, સોનીપત, અલીપૂર, નબી કરીમ, સમયપુર બાદલી અને ક્રાઇમબ્રાન્ચમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂટપાટ આર્મ્સ એક્ટ જેવાં ડઝનથી વધુ સંગીન અપરાધિક કેસ દાખલ છે. થોડા સમય પહેલાં જ આ વ્યક્તિ જેલમાંથી બહાર આવ્યો હતો.



    રવિનાં માથે હતું 1 લાખ રૂપિયાનું ઇનામ
    રવિ ભારદ્વાજ અલીપૂરનો ક્રિમિનલ હતો. ગુનાહિત દુનિયામાં આવતા પહેલાં તે મોટી આર્થિક તંગીમાંથી પસાર થયો હતો જેને કારણે ધોરણ દસ બાદ તેણે ભણવાનું છોડવું પડ્યું હતું. અને તેણે ઇલેક્ટ્રિશિયનનું કામ કર્યુ હતું. રવિ આ વિસ્તારમાં જમીનોની દલાલીનું કામ કરતો હતો. બસ જમીનની દલાલી કરતાં કરતાં તે ક્રાઇમની દુનિયામાં ઘુસી ગયો હતો. રવિ વિરુદ્ધ સમયપુર બાદલી
    પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ પણ દાખલ હતો.

    બહેનનાં લગ્ન સમયે જામિન પર આવ્યો હતો રવિ બહાર

    મે, 2013માં ક્રાઇમ બ્રાન્ચે રવિ ભારદ્વાજની ધરપકડ કરી હતી. જેલ ગયા બાદ પણ તે તેની બહેનનાં લગ્ન સમયે સાત દિવસનાં જામીન પર બહાર આવ્યો હતો અને બાદમાં જેલ પરત જવાને બદલે તે ફરાર થઇ ગયો હતો. જે બાદ દિલ્હી પોલીસે તેનાં પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યુ હતું. દિલ્હી પોલીસની સ્પેશલ શેલે તેને શોધવાનું બિડુ ઝડપ્યુ હતું.

    ગેંગવોરનાં કારણે થયું રવિનું મોત
    પણ આ વચ્ચે જ તેનાં કોઇ દુશ્મને તેનું મર્ડર કરી નાખ્યું છે. પોલીસ સોર્સિસની માનિયે તો રવિ પર હુમલો ગેંગવોરનું પરિણામ છે. જોકે આ વિશે પોલીસ ઓફિસર્સે હાલમાં ચુપ્પી સાધેલી છે. CCTV ફૂટેજ પ્રમાણે દુશ્મન રવિને ગોળી મારતાં નજર આવે છે. હોન્ડા સિટી કાર સવાર હુમલાવરોની સંખ્યા 4 હતી. હુમલા સમયે આરોપી ગોગી ગેંગનો વડો જિતેન્દ્ર ગોગી પણ તેનાં સાથીઓ સાથે હાજર હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Live murder

    विज्ञापन
    विज्ञापन