ન્યૂઝ18 ગુજરાતી : આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર દારૂ ઉપર ડ્યૂટી વધારવાનો વિચાર કરી રહી છે. જો આ અમલી બનશે તો મહારાષ્ટ્રમાં દારૂ ભારે મોંઘો થઇ જશે. સ્વાભાવિક જ તેની આડકતરી અસર ગુજરાતના શોખીનો ઉપર થશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર દારૂ ઉપર પ્રતિ લિટર રૂ. 30ની ડ્યૂટી નાખવાનું સરકાર વિચારી રહી છે. આ કારણે મહારાષ્ટ્રમાં દારૂ મોંઘો થઇ જશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે એવા સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્ર સરકાર દેશમાં બનેલી વિદેશી શરાબ (ઇન્ડિયન મેડ ફોરેન લિકર- આઇએમએફેલ) ઉપર પણ આબકારી જકાત વધારવાનું વિચારી રહી છે
મહારાષ્ટ્રમાં આઇએમએફેલના દરો અંગે 2013માં સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેના ઉપર વધારો કરવાનો વિચાર હતો
આ અગાઉ સામાજિક કાર્યકરોની કડક ટીકાનો ભોગ બનનારી મહારાષ્ટ્ર સરકારે રવિવારે દારૂની હોમ ડિલિવરી કરવાની તેની યોજના પર પીછેહઠ કરી હતી. આ પૂર્વે નશાની હાલતમાં ડ્રાઇવિંગના વધતા કિસ્સાઓને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે દારૂની હોમ ડિલિવરી કરવાની યોજના બનાવી હતી. જો આવું થાત તો કદાચ મહારાષ્ટ્ર આ પ્રમાણે કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની જાત!
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર