IDBI બેંકના શેરધારકો માટે LIC ઓપન ઓફર લાવશે
News18 Gujarati
Updated: July 12, 2018, 4:08 PM IST
News18 Gujarati
Updated: July 12, 2018, 4:08 PM IST
છેલ્લા બે દિવસમાં IDBI બેંકના શેરના ભાવમાં 16 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આઇડીબીઆઇ બેંકના શેરના ભાવમાં ઉછાળો LICના એવા પ્રસ્તાવની રજૂઆત બાદ આવ્યો છે, જેમાં એણે આઇડીબીઆઇ બેંકના લઘુમતી શેરહોલ્ડર્સનો ભાગ ખરીદવા માટે ઓપન ઓફરની વાત કરી હતી.
એક સરકારી અધિકારીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે LIC એક ઓપન ઓફર લાવશે, જે લઘુમતી શેરહોલ્ડર્સના હિતમાં હશે. આમાં એવા શેરહોલ્ડર્સ હશે, જેની પાસે IDBI બેંકના 8 ટકાથી વધુ શેર હશે. સરકાર આમાં ભાગ નહિ લે.
આ વ્યવસ્થા હેઠળ હસ્તાંતરણ કરનારી કંપનીએ હાલના શેરધારકોને કંપનીમાં વધારાના હિસ્સાની ખરીદી કરવા માટેની એક ઓફર આપવી પડશે. આનો હેતુ એવા રોકાણકારોને આમાંથી બહાર નીકળવા માટેની તક આપવાની છે છતાં આ સોદો એટલો સરળ નહિ હોય.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારી માલિકીની આ બેંકમાં પ્રસ્તાવિત હિસ્સા ખરીદવા માટે LIC પોતાના બોર્ડ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ સેબીનો સંપર્ક કરશે.કાગળ પર આ સોદો બંને પક્ષો માટે જીતની સ્થિતિ જેવો લાગે છે. LIC બેંકિંગ સેક્ટરમાં પ્રવેશ કરવા અને IDBI બેંકમાં મોટી ભાગીદારી મેળવવાની આશા રાખે છે.
વળી, આઇડીબીઆઇ બેંકને આશા છે કે આનાથી એની બેલેન્સ શીટ પર લોન-બોજામાં ઘટાડો થશે. LICના આ સોદાથી આશરે 2,000 બેંક શાખાઓ સુધી સીધી પહોંચી શકશે, જેના દ્વારા એ એનાં ઉત્પાદનોને વેચી શકશે.

Loading...