LICની 'જીવન શાંતિ' પોલીસીઃ વર્ષે મળશે રૂ. 65 હજારનું પેન્શન

LICની નવી પોલીસી 'જીવન શાંતિ' લોન્ચ, જાણો તેની મહત્વની વાતો.

News18 Gujarati
Updated: September 19, 2018, 8:38 AM IST
LICની 'જીવન શાંતિ' પોલીસીઃ વર્ષે મળશે રૂ. 65 હજારનું પેન્શન
LICની નવી પોલીસી 'જીવન શાંતિ' લોન્ચ
News18 Gujarati
Updated: September 19, 2018, 8:38 AM IST
ભારતીય જીવન વીમા નિગમે (એલઆઈસી) 'જીવન શાંતિ' પ્લાનની શરૂવાત કરી છે. આ પોલીસીની ખાસિયત તેનું પેન્સન છે. માની લો કે 50 વર્ષનો કોઇ વ્યક્તિ 10,18,000 રૂપિયા પોલીસીમાં લગાવે છે તો એને તરત 56,600 વાર્ષિક પેન્સન મળવા લાગશે. પરંતુ આની સાથે ઘણી શરતો પણ છે. આ પ્લાનના લોન્ચ સમયે LICના અધ્યક્ષ વી.કે.શર્માએ જણાવ્યું કે આ જીવન શાંતિ યોજના એક નોન લિંક્ડ પ્લાન છે. સાથે જ આ એક પ્રિમીયમ વાર્ષિક યોજના છે જેમાં વીમા ધારકોને તત્કાળ વાર્ષિક કે સ્થગિત વાર્ષિકી પસંદ કરવાનો વિકલ્પ છે.

ઓનલાઇન અને ઓફલાઇન ખરીદો પોલીસી

આ યોજનાને ઓફલાઇન અને સાથે જ ઓનલાઇન ખરીદી શકાય છે. એલઆઈસીની જીવન શાંતિ એક વ્યાપક વાર્ષિકી યોજના છે જેમાં વ્યક્તિ અને તેનો પરિવારને પણ લાભ મળશે.

આ પણ વાંચો : દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની નોટ પર શા માટે છપાયેલી છે ગણેશજીની તસવીર?

પોલીસીની ખાસિયત

એલઆઈસી એજન્ટ રાજેશ કુમાર ત્યાગી પ્રમાણે 'જીવન શાંતિ' એક કમાલની પ્રોડ્કટ છે. આ સિંગલ પ્રીમિયમ ડિપોઝીટ પેન્શન પ્લાન છે. આની ખુબીઓ નીચે પ્રમાણે છે.
    Loading...
  • લોનની સુવિધા

  • 3 માસ પછી ક્યારેય પણ કોઇપણ મેડિકલ ડોક્યુમેન્ટ વગર સરેન્ડર કરી શકો છો.

  • તરત કે 1 થી 20 વર્ષની વચ્ચે ક્યારેય પણ પેન્શન પ્રારંભ

  • જોઇન્ટ લાઇફ ઓપ્શનમાં કોઇપણ ક્લોઝ રિલેટીવને શામેલ કરી શકો છો.

  • તરત પેન્શન આશરે જીવન અક્ષય VI પ્રમાણે

  • 5 વર્ષથી 20 વર્ષ વચ્ચે પેન્શન દર 9.18 ટકાથી 19.23 ટકા સુધી જીવન પર્યન્ત ગેરંટી


જો 50 વર્ષનો વ્યક્તિ 10,18,000 રૂપિયા પોલીસીમાં લગાવે છે તો તેને તરત 65600 વાર્ષિક પેન્શન મળશે. પરંતુ Deferred ઓપ્શન અંતર્ગત તેણે નીચે પ્રમાણેની ધન રાશિ મળશે.

1 વર્ષ પછી 69,100 વાર્ષિક
5 વર્ષ પછી 89,400 વાર્ષિક
10 વર્ષ પછી 1,28,300 વાર્ષિક
15 વર્ષ પછી 1,67,500 વાર્ષિક
20 વર્ષ પછી 2,13,400 વાર્ષિક

મહત્વપૂર્ણ વાત એ છે કે ઉપરોક્ત દરોની જીવનપર્યન્ત ગેરંટી છે.

આ પણ વાંચો: SBIનાં ગ્રાહકોને સ્પેશિયલ સર્વિસ! હવે ATMથી પણ ઉપાડી શકાશે FDનાં રૂપિયા

કયા ઉંમરના લોકો આ લઇ શકે

આ યોજનાને ન્યૂન્તમ 30 વર્ષ તથા અધિકતમ 85 વર્ષ સુધીના વ્યક્તિ લઇ શકે છે. જીવન શાંતિ પ્લાનમાં લોન, પેન્શન શરૂ થવાના એક વર્ષ પછી તથા આને સરેન્ડર, પેન્શન શરૂ થવાના 3 મહિના પછી કરવામાં આવી શકે છે.

વધારે જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો https://www.licindia.in/Home/jeevan-shanti
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर