Home /News /india /

LIC સંકટમાં ? સરકારના આ પગલાથી ક્યાંક તમારી વીમાની રકમ ઓછી ન થઈ જાય

LIC સંકટમાં ? સરકારના આ પગલાથી ક્યાંક તમારી વીમાની રકમ ઓછી ન થઈ જાય

  દેશની સરકારી બેંકો સામે ઊભી થયેલી NPAની સમસ્યાનું સમાધાન કરવા કેન્દ્ર સરકાર દ્વારા નવી કવાયત શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.2.1 લાખ કરોડના રિકેપિટલાઇઝેશન પ્રોગ્રામને મંજૂર કરવામાં આવ્યો હતો. હવે એ સૌથી વધુ એનપીએ ધરાવતી IDBI બેન્કને દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સોંપણી કરવા માટેની તૈયારીમાં છે.

  LICમાં દેશના મોટા ભાગના લોકોની મૂડી જમા છે અને તેઓ દર વર્ષે તેમની બચતમાંથી હજાર-લાખો રૂપિયા કાઢી પોલિસીમાં મૂકે છે. આ પૈસાથી તેમનું અને તેમના કુટુંબનું ભવિષ્ય સુરક્ષિત રહે છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર એક સરકારી બેંકને બચાવવાની કવાયતમાં એને LICને સોંપવા જઈ રહી આપવાનું છે. એનો અર્થ એવો થયો કે તમે દર વર્ષે જે પૈસા LICના પ્રીમિયમરૂપે જમા કરો છો હવે એનો ઉપયોગ બેન્કને ડૂબતી બચાવવા માટે કરવામાં આવશે. પરંતુ શું આ નિર્ણય દેશમાં LICના ગ્રાહકોના હિતમાં રહેશે ? શું કેન્દ્ર સરકારના આ નિર્ણય આ વાતની બાંયધરી આપે છે કે આનાથી IDBIની એનપીએની સમસ્યા દૂર થશે? અને અંતે શું આ નિર્ણયથી એલઆઈસીના ગ્રાહકોએ જીવન દરમિયાન કરેલું રોકાણ સુરક્ષિત રહેશે?

  અત્યારે IDBI બેંકની સ્થિતિ કેવી છે?

  હાલના સમયમાં દેશમાં 21 સરકારી બેંકોની યાદીમાંથી IDBI બેંકમાં કેન્દ્ર સરકારનો 85 ટકા હિસ્સો છે. નાણાકીય વર્ષ 2018 દરમિયાન કેન્દ્ર સરકારે એને રિકેપિટલાઇઝેશન પ્રોગ્રામ હેઠળ બેંકની સહાય માટે રૂ.10,610 કરોડ આપ્યા હતા. IDBI બેંક દેશની સરકારી બેન્કોમાંથી સૌથી વધુ એનપીએ ધરાવતી બેંક છે.

  વીતેલાં કેટલાંક વર્ષો દરમિયાન બેંકિંગ સુધારણાના નામે કેન્દ્ર સરકારે બીમાર સરકારી બેંકમાં તેમનો હિસ્સો ઘટાડવાની વ્યૂહરચના પર કામ કર્યું છે. આ રણનીતિ હેઠળ IDBI બેંકમાંથી પોતાનો હિસ્સો ઓછો કરવો કેન્દ્ર સરકાર માટે બહુ સરળ છે, કારણ કે IDBI બેંક નેશનલાઇઝેશન એક્ટ હેઠળ આવતી નથી અને હિસ્સેદારી ઘટાડવા માટે એને કોઈ પણ પ્રકારની સરકારી સમસ્યાનો સામનો કરવો નહિ પડે.

  દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC લાંબા સમયથી બેંકિંગ વ્યવસાયમાં જગ્યા બનાવવાનું વિચારી રહી છે. આ મહત્ત્વના કારણથી એની પાસે મોટા જથ્થામાં કેપિટલ પડ્યું છે, જે સમગ્ર દેશમાં એલઆઈસી પોલિસી ગ્રાહકો પાસેથી પ્રીમિયમના રૂપમાં ભેગું કરવામાં આવ્યું છે. જોકે આ અગાઉ કેન્દ્ર સરકારે LIC પાસે પડેલાં આ નાણાંનો ઉપયોગ વધુ કમાણી કરવા માટે શેરબજારમાં રોકાણ કરવાની પણ મંજૂરી આપી હતી. આ નિર્ણયથી પણ એલઆઇસીના ગ્રાહકોની મૂડી-ભંડોળ પર જોખમ વધ્યું છે.

  LIC બેંકિંગમાં પ્રવેશ કરવા માત્ર આઇડીબીઆઇ નહિ, પરંતુ લગભગ તમામ સરકારી બેંકોમાં કેટલાક હિસ્સાને ખરીદીને બેઠી છે. હાલમાં જ્યારે કેન્દ્ર સરકાર બેંકિંગ સુધારણા નામ પર IDBIમાંથી પોતાની હિસ્સેદારી છોડવાની કવાયત કરી રહી છે તો LICને પોતાના માટે એક બેંક તૈયાર કરવાની તક છે.

  નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવ પર ઇન્શ્યોન્સ રેગ્યુલેટરનો દરવાજો ખખડાવી ચૂકી છે. રેગ્યુલેટરે શુક્રવારે આ સોદાનો આખરી નિર્ણય કરવાનો છે. આ સમય દરમિયાન LIC બેંક વગર પણ લોન માર્કેટનો એક મોટો ખેલાડી છે. નાણાકીય વર્ષ 2017 દરમિયાન એલઆઈસીએ એક ટ્રિલિયનથી વધુ રૂપિયા બજારમાં આપ્યા છે અને આ જ લોનનો વ્યવસાય આગળ વધારવા LICએ લગભગ તમામ સરકારી બેંકોમાં કેટલોક હિસ્સો ખરીદ્યો છે. હવે LIC પોતે બેંકની ભૂમિકામાં આવ્યા બાદ તેને માટે મોટો પડકાર એ રહેશે કે લગભગ બધી સરકારી બેંકો એનપીએની જાળમાં ફસાયેલી છે. એ વાતની પણ કોઈ ગેરેન્ટી નથી કે LIC સ્વતંત્ર રૂપે બેંક ચલાવી શકશે.
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Business, LIC, આઇડીબીઆઇ બેંક

  આગામી સમાચાર