Home /News /india /લાલૂએ જેલમાંથી લખ્યો પત્ર, "લાલૂ જેલ સે ડરતા નહીં"

લાલૂએ જેલમાંથી લખ્યો પત્ર, "લાલૂ જેલ સે ડરતા નહીં"

લાલૂ લખે છે કે જેલથી તેમને ડર નથી લાગતો. કારણકે છાત્ર રાજનીતિમાં જ આ પ્રકારના ડરનો સામનો થઇ ચુક્યો છે...

લાલૂ લખે છે કે જેલથી તેમને ડર નથી લાગતો. કારણકે છાત્ર રાજનીતિમાં જ આ પ્રકારના ડરનો સામનો થઇ ચુક્યો છે...

    જેવી લાલૂને સજા થઇ કે આરજેડીએ લાલૂના નામથી એક પત્ર બહાર પાડ્યો.જેલમાંથી લાલૂએ લખેલા ભાવનાત્મક પત્રમાં લાલૂએ પોતાની રાજનૈતિક સફરને બયાન કરી છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

    લાલુએ બિહારની જનતાને લખેલા પત્રમાં લખ્યું છે કે તે હંમેશા દબાએલા અને કચડાએલા લોકોની વાત કરે છે. જે કારણે લોકો તેમની પાછળ પડી ગયા છે. તેમને સાજીશ કરીને ફસાવ્યા છે. ચારા ગોટાળા પણ તેમને ફસાવવાનું ષડયંત્ર છે. લાલૂએ લખ્યું કે તેમનું જીવન સંઘર્ષપૂર્ણ રહ્યું હતું. તેમનું જીવન પડકારપૂર્ણ રહ્યું હતું. લાલુએ પત્રમાં લખ્યું છે કે તેમને એ તમામ ક્ષણ યાદ આવે છે જ્યારે દેશમાં ગામડા, ગરીબ, પીછડા, શોષીત.વંચિત અને અલ્પસંખ્યકોની લડાઇ લડવી કેટલી કઠીન હતી.

    એ તાકતો કે જે હંમેશા તેમનું શોષણ કરતી હતી તે નહોતી ઇચ્છતી કે વંચિતોના વર્ગના હક્કનો હિસ્સો તેમને મળે. ક્યારેય તેઓ નહોતા ઇચ્છતા કે વંચિતોનો સૂરજ ક્યારેય ઝગમગાય, પરંતુ પીડીતોની પીડા અને સામૂહિક સંઘર્ષે તેમને અદ્ભૂત તાકત આપી છે. તે જ કારણથી તેમને સાંમતી સત્તાના હજારો સાલ પુરાણા ઉત્પિડનને પરાજય આપ્યો, પરંતુ આ સત્તાની જડ હજુ ઉંડી છે. તે તમામ સંસ્થાઓ પર હાવી છે.

    લાલૂ લખે છે કે તેમને બચપણની વ્યવસ્થા યાદ આવે છે જે અમારા જેવા નાના લોકો માટે માથુ ઉંચકીને ચાલવું પણ અપરાધ હતો. તેઓ જેપી ના આંદોલનથી પ્રભાવીત થયા. તમારો લાલુ પણ તેમા સામેલ થયો, અને સત્તા સામે સંઘર્ષ કરીને નિકળી પડ્યો તાનાશાહી,સામંતવાદ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા. જે આજે પણ કાયમ છે. તેઓ આ બાધાઓ કે સાજિશથી ડરનારાઓમાંના નથી. કારણકે જનતા તેમની સાથે છે.

    લાલૂ લખે છે કે જેલથી તેમને ડર નથી લાગતો. કારણકે છાત્ર રાજનીતિમાં જ આ પ્રકારના ડરનો સામનો થઇ ચુક્યો છે. આખરમાં લાલૂએ કવિતા લખી છે.

    જુઠ અગર શોર કરેગા
    તો લાલૂ ભી પુરજોર લડેગા
    મરજી જીતને ષડયંત્ર રચો
    લાલૂ તો જીત કી ઓર આગે બઢેગા
    અબ,ઇનકાર કરો ચાહે અપની રજા દો
    સાજિશોં કે અંબાર લગા દો
    જનતા કી લડાઇ લડતે હુએ
    આપકા લાલૂ તો બોલેગા ચાહે જો સજા દો
    First published:

    Tags: Jail, Lalu prashad yadav, બિહાર, સીબીઆઇ