Home /News /india /અલીગઢ હત્યાકાંડ : માસૂમની હત્યાનાં આરોપીઓનો કેસ નહીં લડે શહેરનો કોઇ વકીલ

અલીગઢ હત્યાકાંડ : માસૂમની હત્યાનાં આરોપીઓનો કેસ નહીં લડે શહેરનો કોઇ વકીલ

પ્રતિકાત્મક તસવીર

યુપીનાં અલીગઢમાં અઢી વર્ષની માસૂમની નિર્મમ હત્યાનાં મામલામાં શહેરનાં વકીલોએ પણ બાળકીનાં પરિવારનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે.

ન્યૂઝ18 ગુજરાતી : યુપીનાં અલીગઢમાં અઢી વર્ષની માસૂમની નિર્મમ હત્યાનાં મામલામાં શહેરનાં વકીલોએ પણ બાળકીનાં પરિવારનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે. અલીગઢ બાર એસોસિએશને એલાન કર્યું છે કે કોઇપણ વકીલ આ મામલામાં આરોપીઓનો કેસ નહીં લડે.

ન્યૂઝ એજન્સી એએનઆઈનાં ટ્વિટ પ્રમાણે, બાળકીનાં હત્યાનાં મામલામાં અલીગઢ બાર એસોશિએશનનાં મહાસચિવ અનૂપ કૌશિકે કહ્યું કે અમે બાળકીનાં પરિવારની સાથે ઉભા છીએ. તેમણે કહ્યું કે વકીલ આરોપીઓનો કેસ નહીં લડે. બહારનાં વકીલને કેસ લડવાની પરવાનગી આપવામાં નહીં આવે.

આ મામલામાં પોલીસે બે આરોપીઓને શનિવારે જ ઝડપી પાડ્યાં હતાં. અત્યાર સુધી આ મામલામાં ચાર લોકોની ધરપકડ થઇ ગઇ છે. આમાં એક મહિલાની પણ ઘરપકડ કરી લીધી છે. મહિલા આરોપી મેંહદી હસનની પત્ની છે. નોંધનીય છે કે આ ઘટના અલીગઢ જિલ્લાના ટપ્પલની છે. બાળકીની લાશ 2 જૂને ઘરની પાસે કચરાના ઢગલામાંથી મળી આવી હતી. તેનો એક હાથ ગુમ હતો અને આંખો બહાર નીકળેલી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.



પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કહ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ નથી થયું. તેનું શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત થયું હતું. જો કે પરિવારે દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી છે પરંતુ આ રિપોર્ટમાં આવો પણ કંઇ થયાનો ઉલ્લેખ નથી. પોલીસના કહ્યાં પ્રમાણે, આરોપી જાહિદે બાળકીના પિતા પાસેથી 50 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જેમાંથી 10 હજાર રૂપિયા આપવાના બાકી હતા. બાકીના પૈસા ન આપ્યા હોવાથી બાળકીના પિતાએ જાહિદ સાથે બોલાચાલી કરી હતી. તેને પરિવારને બદલો લેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ 30 મેના રોજ જાહિદે બાળકીનું અપહરણ કર્યું અને હત્યા કરીને સાથી અસલમની મદદથી લાશને ઠેકાણે પાડી.

આ ઘટનામાં શુક્રવારે તપાસ માટે SIT પણ બનાવાઈ હતી. ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ ઊપરાંત અનેક અભિનેતા જેમકે આયુષ્માન ખુરાના, અભિષેક બચ્ચન, સોનમ કપૂર, સની લિયોન જેવી હસ્તીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: Aligarh, ગુનો, યૂપી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો