સુરક્ષા દળો પર હુમલાનું ષડયંત્ર રચી રહેલો ખુંખાર આતંકી શ્રીનગરથી ઝડપાયો

આતંકી નિસાર એહમદ ડારની ફાઇલ તસવીર

ઝડપાયેલા દારૂગોળાથી અંદાજો લગાવી શકાય છે કે આતંકી કોઇ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો.

 • Share this:
  નવી દિલ્હી : શ્રીનગર પોલીસે સુરક્ષાદળોની (indian security force) સાથે એક જોઇન્ટ ઓપરેશનમાં શુક્રવારે મોડી રાતે લશ્કરનાં કથિત આતંકીની (Lashkar terrorists) ધરપકડ કરી છે. પોલીસ પ્રમાણે, આ આતંકી શ્રીનગરમાં તૈનાત સુરક્ષાદળો પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. ઝડપાયેલ આતંકી પાસેથી મોટા પ્રમાણમાં દારૂગોળો મળ્યો છે. આ ઝડપાયેલા દારૂગોળાથી અંદાજો લગાવી શકાય છે કે આતંકી કોઇ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો.

  ઝડપાયેલ આતંકીની ઓળખ 23 વર્ષનાં નિસાર એહમદ ડાર તરીકે થઇ છે. આતંકી નિસાર હાજીનનાં વહાબ પર્રેનો રહેવાસી છે. તે છેલ્લા ઘણાં સમયથી આતંકીઓની મદદ કરી રહ્યો હતો. તે આતંકીઓને હથિયાર પણ પહોંચાડતો હતો. આતંકી નિસારની સામે 2017થી લઇને 2019 સુધી આઠ એફઆઈઆર નોંધાયેલી છે.

  જાણકારી પ્રમાણે, આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબાનાં સ્થાનિક આતંકી મોહમ્મ્દ સલીમ પર્રેથી નિસારનાં નજીકોનો સંબંધી છે. ઉત્તરીય કાશ્મીરમાં જ્યારે ભારતીય સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામળ થઇ હતી. તે સમયે નિસાર ત્યાંથી ભાગવામાં સફળ થયો હતો. પોલીસ ઝડપાયેલ આતંકીઓ સાથે પૂછપરછ કરી રહી છે.

  આ પણ વાંચો : US-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, અમેરિકા પશ્ચિમ એશિયામાં 3,000 સૈનિકો મોકલવાની તૈયારીમાં

  જમ્મુ કાશ્મીરનાં ગાંદરબળ જિલ્લામાંથી બે દિવસ પહેલા જ લશ્કર-એ-તૌયબાએ એક ભૂમિગત કાર્યકર્તાની ધરપકડ કરી હતી. જાણકારી પ્રમાણે ગુંડ નિવાસી રઇસ એહમદ લોન (22) મોબાઇલ સિમ કાર્ડનો ઘંઘો કરતો હતો. તેણે જિલ્લામાં સક્રિય લશ્કરનાં આતંકવાદીઓને ઘણાં કાર્ડ આપ્યાં છે.
  Published by:Kaushal Pancholi
  First published: