Home /News /india /

IRCTC કૌભાંડ: તેજસ્વી યાદવ અને રાબડી દેવીને મળી જમાનત

IRCTC કૌભાંડ: તેજસ્વી યાદવ અને રાબડી દેવીને મળી જમાનત

તેજસ્વી યાદવ અને રાબડી દેવીને મળી જમાનત

IRCTC ટેન્ડર ગોટાળા મામલામાં દિલ્હીની પટિયાલાહાઉસ કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓને જામીન આપી દીધી છે.

    IRCTC ટેન્ડર ગોટાળા મામલામાં દિલ્હીની પટિયાલાહાઉસ કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓને જામીન આપી દીધી છે. તમામને એક લાઅ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવી. નોંધનીય છે કે ગત સુનાવણીમાં બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવને સમન આપવામાં આવ્યું હતું.

    સીબીઆઈના દસ્તાવેજો મુજબ, લાલુ યાદવ જ્યારે રેલ મંત્રીના પદ પર હતા ત્યારે તેમણે 2005-06માં કોચર બંધુઓ (સુજાતા હોટલના નિર્દેશક વિનય - વિજય કોચર)ને IRCTCની બે હોટલ જે રાંચી અને પુરીમાં લીઝ પર અપાવી હતી. તેના બદલે પટનામાં 3 એકર જમીન લીધી. કોચર બંધુઓએ આ જમીન સરલા ગુપ્તાની કંપનીને વેચી. બાદમાં આ કંપનીનો માલિકી હક રાબડી અને તેજસ્વીની કંપનીની પાસે આવી ગયો.

    લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, પૂર્વ એમડી, આઈઆરસીટીસી પીકે ગોયલ, સુજાતા હોટલના નિર્દેશક વિનય કોચર-વિજય કોચર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તાની પત્ની સરલા ગુપ્તા, વિક્રમજીત સિંહ આહલુવાલિયા, બીકે અગર્વાલ, વીકે અસ્થાના, આરકે ગોગિયા (દરેક આઈઆરસીટીસીના તે સમયના ગ્રુપ જનરલ મેનેજર), રમેશ સક્સેના (આઈઆરસીટીસીના તે સમયના નિર્દેશક), મેસર્સ લારા પ્રોજેક્ટ, ડિલાઈટ માર્કેટિંગ કંપની પ્રાઈવેટ લિમિટેનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

    બેનામી મિલકત 1000 કરોડની હોય શકે

    ડિપાર્ટમેન્ટને શક છે કે બેનામી પ્રોપર્ટી 1000 કરોડની હોય શકે છે. બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું હતું કે રેલવેની હોટલને લીઝ પર આપવા માટે જે જમીન લાલુને આપવામાં આવી તેની કિંમત 200 કરોડ રૂપિયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે આ જમીન પર પટણાનો સૌથી મોટો શોપિંગ મોલ બનવા જઇ રહ્યો છે.

    નોંધનીય છે કે ગુરુવારે જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે રાંચીની સીબીઆઈ કોર્ટમાં સરન્ડર કર્યું હતું. જોકે જેલમાં ગયા પછી તેમને રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: કૌંભાંડ, ભારત, લાલુ પ્રસાદ યાદવ

    આગામી સમાચાર