Home /News /india /

લાલુએ કહ્યું- " સુનો મોદી... કિસી દૂસરે કો ડરાઓ જેસે કે...."

લાલુએ કહ્યું- " સુનો મોદી... કિસી દૂસરે કો ડરાઓ જેસે કે...."

રાષ્ટ્રીય જનતા દળ (આરેજડી)ના અધ્યક્ષ લાલૂ પ્રસાદે પોતાની સુરક્ષામાં ઘટાડો કરવા પર સોમવારે કેન્દ્ર સરકાર પર જમીને નિશાનો સાધ્યો હતો. તેમને આને એક ષડયંત્ર ગણાવતા કહ્યું કે, જો તેમને કઈ થયું તો તે માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર હશે.

રાષ્ટ્રીય જનતા દળ (આરેજડી)ના અધ્યક્ષ લાલૂ પ્રસાદે પોતાની સુરક્ષામાં ઘટાડો કરવા પર સોમવારે કેન્દ્ર સરકાર પર જમીને નિશાનો સાધ્યો હતો. તેમને આને એક ષડયંત્ર ગણાવતા કહ્યું કે, જો તેમને કઈ થયું તો તે માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર હશે.

વધુ જુઓ ...

રાષ્ટ્રીય જનતા દળ (આરેજડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદે પોતાની સુરક્ષામાં ઘટાડો કરવા પર સોમવારે કેન્દ્ર સરકાર પર શાબ્દિક નિશાનો સાધ્યો હતો. તેમને આને એક ષડયંત્ર ગણાવતા કહ્યું કે, જો તેમને કઈ થયું તો તે માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર હશે. પટનામાં પત્રકારો સાથે વાત કરતાં લાલુએ જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં ઈલેક્શન છે અને ત્યાર બાદ દેશભરના ઈલેક્શન છે. વડાપ્રધાન મોદી ઈચ્છતા નથી કે, અમે ક્યાંય આવીએ અને જઈએ. મારા પર ક્યાંય પર હુમલો કરાવવામાં આવી શકે છે.


તેમને કહ્યું કે, જો તમને કંઈક થઈ જાય છે તો તેના માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર રહેશ. તેમને તે પણ કહ્યું કે, હું કોઈથી પણ ડરીશ નહી. મારી સુરક્ષા બિહારના લોકો કરશે. તેમને કહ્યું કે, તેમને જેડ પ્લસ સુરક્ષા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનની સરકાર દરમિયાન મળી હતી. લાલુએ કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય એજન્સિઓના દુરપયોગનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપના વિરોધના કારણે તેમના પરિવારને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.





આરજેડી નેતાએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરઆરએસ) અને ભાજપાને દેશમાંથી ભગાડીને દેશને બચાવી શકાય છે. લાલુની સુરક્ષા શ્રેણી જેડ પ્લસથી ઘટાડીને જેડ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે કેન્દ્રના આ નિર્ણયથી પોતાના પરથી કંટ્રોલ ગુમાવી દેતા કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદીની ખાલ ઉખડાવી લઈશ. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, તેમના પિતા લાલુ પ્રસાદ યાદવની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું કે, તેઓ નરેન્દ્ર મોદીને જડબાતોડ જવાબ આપશે.

First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, Narendr Modi, આરજેડી, કોંગ્રેસ, ભાજપ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन