જેલમાં લાલુ પ્રસાદ યાદવને મળી ન્યૂઝપેપર અને ટીવીની સુવિધા

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 25, 2017, 12:10 PM IST
જેલમાં લાલુ પ્રસાદ યાદવને મળી ન્યૂઝપેપર અને ટીવીની સુવિધા
લાલુ યાદવને ત્રીજી જાન્યુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે

લાલુ પ્રસાદ જેલ મેન્યુઅલ પ્રમાણે સવારના આઠથી બપોરના 12 વાગ્યા સુધી ગેસ્ટને પણ મળી શકે છે.

  • Share this:
રાંચીઃ ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ દોષી જાહેર થયા બાદ તેમને બીરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા છે. જેલમાં તેમને ન્યૂઝપેપર અને ટીવીની સુવિધા પુરી પાડવામાં આવી છે. શુક્રવારે સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે તેમને દોષી જાહેર કર્યા બાદ સીધા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.

બીરસા મુંડા જેલના સુપ્રીનટેન્ડેન્ટ અશોક કુમાર ચૌધરીના જણાવ્યા પ્રમાણે લાલુ પ્રસાદ જેલ મેન્યુઅલ પ્રમાણે સવારના આઠથી બપોરના 12 વાગ્યા સુધી ગેસ્ટને પણ મળી શકે છે.

2014માં હાર્ટ સર્જરી બાદ લાલુને અમુક પ્રકારનું ભોજન જ આપવામાં આવે છે. ઝારખંડ યુનિટના આરજેડી અધ્યક્ષ અન્નપૂર્ણ દેવીએ જણાવ્યું હતું કે રવિવારે લાલુ પ્રસાદને જેલનું ભોજન આપવામાં આવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે આગામી દિવસોમાં લાલુ પ્રસાદને ઘરનું ખાવાનું મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

1991થી 1994 દરમિયાન રૂ. 89 લાખના ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ સહિત 15 લોકો દોષી જાહેર થયા છે. કોર્ટ તમામને ત્રીજી જાન્યુઆરીના રોજ સભા સંભળાવશે.
First published: December 25, 2017, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading