Home /News /india /

જેલમાં આખી રાત પડખા ફેરવતાં રહ્યાં લાલૂ, આજે કોઈને નહીં મળે

જેલમાં આખી રાત પડખા ફેરવતાં રહ્યાં લાલૂ, આજે કોઈને નહીં મળે

રાંચીની CBI અદાલતમાં ઘાસચારા કૌભાંડ પર શનિવારે નિર્ણય આવ્યો હતો. આ નિર્ણયમાં દોષિત સાબિત થયા બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને કડક સુરક્ષા સાથે બિરસા મુન્ડા કેન્દ્ર જેલ હોટવારમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને કેન્દ્રીય જેલના અપર ડિવીજન સેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ કેદી નંબર 3351 બન્યા છે.

જોકે લાલૂ યાદવને વીઆઈપી કેદીઓની જેમ રાખવામાં આવ્યાં હતાં. પરંતુ જેલમાં તેમની પહેલી રાત ઘણી મુશ્કેલીઓવાળી રહી. જણાવવામાં આવે છે કે લાલૂ આખી રાત બેચેન રહ્યાં અને પડખા ફરતા રહ્યાં. સવારે ઉઠ્યા પછી તેમને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યાં. આ ઉપરાંત તેમને બપોરના ભોજનમાં જેલમાં ઉગાડેલુ શાક અને રોટલી આપવામાં આવશે.

જેલમાં વીઆઈપી રૂમ
જેલમાં લાલૂને વીઆઈપી રૂમ આપવામાં આવ્યો છે જેમા અટેચ ટોયલેટ બાથરૂમ છે. રૂમમાં એક ચૌકી, બલ્નેકેટ, ઓશીકુ, મચ્છરદાની વગેરે છે. રૂમમાં એક ટીવી પણ છે. તેજસ્વી યાદવે જેલમાં લાલૂ માટે કપડા અને દવા પણ મોકવાલી છે. લાલૂ જેલમાં એકદમ શાંત દેખાઈ રહ્યાં છે.

આજે કોઈને નહીં મળે લાલૂ
આજે રવિવાર હોવાના કારણે કોઈ બહારના વ્યક્તિ કે સંબંધીને આજે મળવા નહીં દેવાય. હવે સોમવારે સવારે 8 વાગ્યાથી 12 સુધી તેમને મળવાનો સમય છે.

વીઆઈપી કેદીઓની આ સેલમાં ઝારિયાના ધારાસભ્ય સંજીવ સિંહ, ખિઝરીના પૂર્વ ધારાસભ્ય સાવના લકડા, પૂર્વ મંત્રી ગોપાલ કૃષ્ણ પાતર ઉર્ફે રાજા પીટર અને પૂર્વ ધારાસભ્ય કમલ કિશોર ભગત પહેલાથી સજા ભોગવી રહ્યાં છે. હવે સેન્ટ્રલ જેલમાં અપર ડિવીજન સેલમાં લાલૂ યાદવ સાથે અન્ય બે વીઆઈપી કેદીઓ પણ પહોંચી ગયા છે. ઘાસચારા કોંભાડમાં લાલૂ સાથે દોષિત સાબિત થયેલા બિહાર વિધાનસભાના જાહેર હિસાબી સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ શર્મા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ડૉ. રવિન્દ્રકુમાર રાણાને પણ અપર ડિવીઝન સેલમાં જ રાખવામાં આવ્યા છે.

અપર ડિવિઝન સેલમાં ચાર-ચાર રૂમની બે વિંગ છે. એક વિંગમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ, બિહાર વિધાનસભામાં જાહેર હિસાબી સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ શર્મા અને ઝારિયાના ધારાસભ્ય સંજીવ સિંહને રાખવામાં આવ્યા છે. અહી હજુ એક રૂમ ખાલી છે. બીજી વિંગમાં ખિજરીના પૂર્વ ધારાસભ્ય સાવકા લકડા, પૂર્વ મંત્રી રાજા પીટર, પૂર્વ ધારાસભ્ય કમલ કિશોર ભગત ઉપરાંત બિહારના પૂર્વ ધારાસભ્ય ડો. રવિન્દ્ર કુમાર રાણા છે.

રાત્રે જમવામાં મળ્યું પાલકની સબજી અને રોટી
જેલમાં લાલૂ પ્રસાદ યાદવને એક પથારી આપવામાં આવી છે. તેમને પહેલી રાત્રે પાલક અને રોટી આપવામાં આવી હતી. તેમને ઉંઘવા માટે એક બેડની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેના પર પાથરવા માટે એક ગાદલો, તકિયો, ચાદર આપવામાં આવી છે. તે ઉપરાંત મચ્છરોના ત્રાસથી બચવા માટે એક મચ્છરદાની પણ આપવામાં આવી છે. બધા જ રૂમોમાં ટેલિવિઝન છે. જેમાં માત્ર દૂરદર્શન દેખવાની સુવિધા ઉપલબ્ધ છે. લાલૂ પ્રસાદ યાદવને 3 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે.
First published:

Tags: Fodder scam, Jail, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन