ન્યૂઝ 18 ગુજરાતી: બિહારનાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને લાલુ પ્રસાદનાં મોટો દીકરા તેજપ્રતાપ યાદવનાં અંગત સુરક્ષાકર્મીઓએ મીડિયાનાં લોકો સાથે મારપીટ કરી છે. આ ઘટનામાં એક દૈનિક સમાચારપત્રનાં ફોટોગ્રાફરને ઇજાઓ પણ પહોંચી છે.
તેજપ્રતાપ યાદવ પોતાનાં સમર્થકોની સાથે વોટ નાંખવા પટનાનાં વેટનરી કોલેજ મેદાન સ્થિત મતદાન કેન્દ્ર પર ગયા હતાં ત્યારે જ આ ઘટના ઘટી હતી. આ મામલામાં જ્યારે તેજપ્રતાપ યાદવને સવાલ કર્યો ત્યારે તેમણે સફાઇ આપતા કહ્યું કે અમારી ગાડીનો કાંચ તોડવામાં આવ્યો છે. અમને જાનથી મારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
आज मतदान करने के बाद जब मतदान केंद्र से बाहर आ रहा था उस वक्त मेरे ऊपर जानलेवा हमला किया गया जिसमें मेरी गाड़ी क्षतिग्रस्त हो गई और हमारे ड्राइवर और सुरक्षाकर्मियों को गंभीर चोटें आई हैं। pic.twitter.com/7radaJKMwm
#WATCH Tej Pratap Yadav's personal security guards in Patna beat a camera person after he allegedly broke the windscreen of Yadav's car. Tej Pratap Yadav was leaving after casting his vote. Yadav has filed an FIR in the incident. #Biharpic.twitter.com/u1KzKDCGBG
ઘાયલ મીડિયાકર્મીઓનો આરોપ છે કે તેમના પગ પર તેજપ્રતાપે ગાડી ચઢાવી દીધી હતી જે બાદ બાઉન્સરોએ પોતાના હાથથી ધક્કો માર્યો હતો. હાલનાં દિવસોમાં આ પહેલો મામલો નથી જ્યારે તેજપ્રતાપનાં બોડીગાર્ડસે આવી વર્તણૂંક કરી છે. આ પહેલા પણ પટનામાં એક વરધોડા દરમિયાન પણ વરરાજાનાં પક્ષ સાથે પણ ઘર્ષણ થયું હતું.
તેજપ્રતાપ પોતાની સુરક્ષા માટે સરકારી ગાર્ડસ ઉપરાંત બાઉન્સરોનું ટોળું પણ સાથે રાખે છે. આ પહેલા પણ બિહાર વિધાનસભા પરિસરમાં તેમનાં નિજી બોર્ડિગાર્ડસ અને બાઉન્સરની એન્ટ્રી પર સવાલ ઉભા થયા હતાં. તેજપ્રતાપનાં ગાર્ડસે ફરીથી મારપીટ કરીને રાજનીતિને તેજ કરી છે. પત્રકારો સાથે જોડાયેલ વિવિધ સંગઠનોએ પણ દોષી બાઉન્સરો પર કાર્યવાહીની માંગ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર