Home /News /india /

65 વર્ષથી તે મારા સૌથી નજીકના મિત્ર છે, બહુ જ મિસ કરીશ: અડવાણી

65 વર્ષથી તે મારા સૌથી નજીકના મિત્ર છે, બહુ જ મિસ કરીશ: અડવાણી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીને દશકો સુધી બીજેપીના ડાબા અને જમણા હાથ તરીકે જોવામાં આવતાં હતાં

    પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીને દશકો સુધી બીજેપીના ડાબા અને જમણા હાથ તરીકે જોવામાં આવતાં હતાં. પૂર્વ વડાપ્રધાનના નિધનને લાલકૃષ્ણ અડવાણીએ પોતાનું અંગત નુકશાન જણાવ્યું છે. અડવાણીએ કહ્યું છે કે અટલ ગત 65 વર્ષથી મારા નજીકના મિત્ર હતાં અને હવે તેમની મને ઘણી યાદ આવશે.

    લાલકૃષ્ણ અડવાણીએ એક નિવેદનમાં કહ્યું કે, "આજે મારા દુખ અને ઉદાસીને વ્યક્ત કરવા મારી પાસે કોઇ શબ્દો નથી. અટલજી મારા માટે વરિષ્ઠ સહયોગીથી વધારે હતાં. તેઓ છેલ્લા 65 વર્ષોથી મારા નજીકનાં મિત્ર હતાં."

    આરએસએસ પ્રચારક તરીકે કામ કરતા દિવસોને યાદ કરતા આડવાણીએ કહ્યું કે, "હું આરએસએસ પ્રચારના દિવસોથી લઇને ભારતીય જનસંઘની શરૂવાત, ઇમરજન્સીનો વિરોધ અને 1980માં ભારતીય જનતા પાર્ટીનું ગઠન સુધી તેમની સાથે લાંબા સહયોગની યાદોની પ્રસંશા કરું છું."

    તેમણે આગળ જણાવતાં કહ્યું કે, "અટલજીને કેન્દ્રમાં પહેલી સ્થિર ગેર-કોંગ્રેસ ગઠબંધન સરકારના અગ્રણીના રૂપમાં યાદ કરવામાં આવશે. મને તેમના ડેપ્યુટીના રૂપમાં કામ કરવાનો વિશેષાધિકાર મળ્યો. મારા સિનીયર તરીકે તેમણે મને હંમેશા પ્રોત્સાહિત કર્યો."

    અડવાણીએ કહ્યું કે વાજપેયીની મનોરમ નેતૃત્વ ક્ષમતા, મંત્રમુગ્ધ કરનારી વાક ક્ષમતા, દેશભક્તિ અને સૌથી વધારે તેમની વાસ્તવિક માનવીય વિશેષતાઓ જેમકે દયા, નમ્રતા અને તેમની ઉલ્લેખનીય ક્ષમતા અને રાજનૈતિક વિરોધો પછી પણ બીજાનું દિલ જીતવાની ક્ષમતાઓનો તેમના જાહેર જીવનમાં ઘણો પ્રભાવ નાંખ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Atal bihari bajyapyee, L K Advani, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन