ભારતના આ ગામમાં શોખથી ખવાય છે ઉંદરનું માંસ, વેચાય છે 200 રૂપિયે કિલો

પ્રતીકાત્મક તસવીર

ચિકન કે સૂઅરના માંસ કરતાં ઉંદરનું માંસ વધુ લોકપ્રિય, ખેડૂતો આવી રીતે ટ્રેપ ગોઠવી પકડે છે ઉંદર

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: આસામના બક્સા જિલ્લાના એક સાપ્તાહિક ગ્રામ્ય બજારમાં ઉંદરનું માંસ ઘણું લોકપ્રિય થઈ રહ્યું છે. મસાલાઓની ગ્રેવીની સાથે બનાવાતી આ વાનગીને રવિવારનું સ્વાદિષ્ટ વ્યંજન ગણવામાં આવે છે. વિક્રેતાઓનું કહેવું છે કે આ વ્યંજન ઉત્તર-પૂર્વી વિસ્તારની કેટલીક જનજાતિઓનું પારંપરિક વ્યંજન છે જે બ્રોઇલર ચિકનની જેમ જ 200 રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મૂસહર જાતિના લોકો ઉંદરનું માંસ ખાવા માટે જાણીતા છે. આ લોકો ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળના કેટલાક હિસ્સામાં રહે છે. પરંતુ આસામના આ ગામમાં લોકોને ઉંદરનું માંસ ખાવાનું ખૂબ પસંદ છે.

  ચિકન કે સૂઅરના માંસ કરતાં ઉંદરનું માંસ વધુ લોકપ્રિય
  ગુવાહાટીથી 90 કિમી દૂર ભારત-ભૂટાન સરહદે લાગેલા કુમારરિકતાના રવિવાર બજારમાં લોકો મોટી સંખ્યામાં પોતાની પસંદનું ઉંદરનું માંસ ખરીદવા માટે આવે છે. રવિવાર બજારમાં ચિકન અને સૂઅરનું માંસની સામે ઉંદરનું માંસ વધુ લોકપ્રિય છે. ઉંદર વેચનારા એક વ્યક્તિએ કહ્યું કે પડોશી નલબાડી અને બારપેટા જિલ્લા માંસના મુખ્ય સ્ત્રોત છે. સ્થાનિક ખેડૂતો પાકની કાપણી વખે રાતના સમયે વાંસના બનેલા પાંજરામાં આ ઉંદરોને કેદ કરી લે છે.

  આ પણ વાંચો, તાપીનાં સાડાત્રણ વર્ષનાં જાફરાબાદી પાડાનું વજન છે 1060 કિલો, મહિનામાં 45 વાર કરે છે બીજદાન

  ખેડૂતો આવી રીતે ટ્રેપ ગોઠવી પકડે છે ઉંદર
  એનડીટીવીના અહેવાલ મુજબ, એક ઉંદરનું વજન એક કિલોથી વધુ હોય છે. ઉંદરોને પકડવાથી ખેડૂતો પોતાના પાકને પણ સુરક્ષિત રાખી શકે છે. ખેડૂતોનો દાવો છે કે ઉંદર પકડવાથી હાલના દિવસોમાં તેમના પાકમાં થતા નુકસાનમાં ઘટાડો નોંધાયો છે. ઉંદરને પકડવાની રીત બતાવતા એક વિક્રેતાએ કહ્યું કે રાતના સમયે જ્યારે તે પોતાના બિલની પાસે આવે છે, ત્યારે તેમનો શિકાર કરવામાં આવે છે. આ દરમિયાન તે બિલની નજીક લગાવેલા પાંજરામાં ફસાઈ જાય છે.

  આર્થિક રીતે પછાત સમુદાય માટે આજીવીકાનું નવું સાધન
  ઉંદરનું માંસ વેચવાનું કામ મોટાભાગના આર્થિક રીતે નબળા સમુદાયના લોકો કરે છે. તેમના માટે ચાના બગીચામાં કામ કરવા ઉપરાંત આ એક માત્ર આવકનું સાધન છે.
  Published by:Mrunal Bhojak
  First published: