14 મહિનામાં કુમારસ્વામીની સરકાર પડી, બીજેપીને બહુમત

વિપક્ષમાં 105 વોટ પડ્યા હતા. જ્યારે સરકારના સમર્થનમાં 99 વોટ પડ્યા

News18 Gujarati
Updated: July 23, 2019, 10:24 PM IST
14 મહિનામાં કુમારસ્વામીની સરકાર પડી, બીજેપીને બહુમત
તસવીર - પીટીઆઈ
News18 Gujarati
Updated: July 23, 2019, 10:24 PM IST
કર્ણાટકમાં છેલ્લા 21 દિવસથી ચાલી રહેલા રાજનીતિક ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ અને જેડીએસની કુમારસ્વામી સરકાર વિશ્વાસમત પ્રસ્તાવ દરમિયાન બહુમત સાબિત ન કરી શકતા પડી ભાંગી છે. વિપક્ષમાં 105 વોટ પડ્યા હતા. જ્યારે સરકારના સમર્થનમાં 99 વોટ પડ્યા હતા.

કુમારસ્વામી સરકારનું પતન થયા પછી બીજેપીના ધારાસભ્યોને યેદીયુરપ્પાને અભિનંદન પાઠવ્યા હતા. 14 મહિનામાં જ કોંગ્રેસ અને જેડીએસની સરકાર પડી ગઈ છે. વિશ્વાસ મત દરમિયાન 204 સભ્યો હાજર રહ્યા હતા.

એચડી કુમારસ્વામીએ પોતાનું રાજીનામું કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા આપ્યું છે. જેનો રાજ્યપાલે સ્વિકાર કરી લીધો છે. બીજી તરફ યેદીયુરપ્પા ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ જી સાથે ચર્ચા કરીશ. આ પછી રાજ્યપાલ સાથે મુલાકાત કરીશ.

કર્ણાટક વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. કોઈ અણગમતી ઘટનાને કારણે પોલીસ સચેત છે.

ફ્લોર ટેસ્ટમાં હાર્યા પછી એચડી કુમારસ્વામીએ પોતાનું રાજીનામું આપશે. આ પછી ભાજપા સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. ભારતીય જનતા પાર્ટી કાલે વિધાયક દળની બેઠક કરશે. આ પછી યેદિયુરપ્પા ચોથી વખત સીએમ બની શકે છે.

તસવીર - પીટીઆઈ

Loading...

વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે મેં ખેડૂતોને દગો આપ્યો નથી. બજેટ દરમિયાન સિદ્ધારમૈયા સરકારે જે પણ જાહેરાત કરી હતી તેમાંથી કોઈ ફંડમાં કાપ કર્યો નથી. અમે ખેડૂતોના દેવા માફી વિશે વાયદો કર્યો હતો અને તે પ્રમાણે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે બેઠક કરી હતી. ફંડને પણ મંજૂરી આપી હતી.

આ પણ વાંચો - સાર્વજનિક સ્થાનો પર ધ્રુમપાન કરવું પડશે મોંઘું, સરકાર કરી રહી છે આવી તૈયારી

વિધાનસભામા કુમારસ્વામીએ કહ્યું હતું કે હું એક એક્સિડેંટલ સીએમ છું. હું સારું કામ કરવા માટે આવ્યો હતો. કોંગ્રેસ-જેડીએસ સારું કામ કરવા માટે સાથે આવી હતી. હું ખુશીથી પદ છોડવા માટે તૈયાર છું.
First published: July 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...