કુમાર વિશ્વાસે કહ્યું- પાર્ટીમાં લગાવીશું 'એન્ટી-વાયરસ', બનાવીશું આપ 'વર્જન -2'

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 3, 2017, 10:27 PM IST
કુમાર વિશ્વાસે કહ્યું- પાર્ટીમાં લગાવીશું 'એન્ટી-વાયરસ', બનાવીશું આપ 'વર્જન -2'

  • Share this:

આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસે કહ્યું છે કે, આમ આદમી પાર્ટીમાં તે બધા લોકોને પાછા લાવવાની જરૂરત છે, જે પાછલા પાંચ વર્ષોમાં અલગ-અલગ કારણોને લઈને પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. આને લઈને કુમારે વિશ્વાસે જાહેરાત કરી કે, તેઓ આમ આદમી પાર્ટીનું વર્જન-2 બનાવવા જઈ રહ્યાં છે. વિશ્વાસે રવિવારે દિલ્હી સ્થિતિ પાર્ટી કાર્યાલયમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું અને પોતાના સૂચનો રાખ્યા હતા. કુમારે જણાવ્યું કે, આપણને આને લઈને મુશ્કેલીઓ પડી શકે છે પરંતુ આપણે પીછેહઠ કરવી જોઈએ નહી.


પાછળથી મીડિયા સાથે વાતચીતમાં વિશ્વાસે કહ્યું કે, તેઓ આપનું વર્જન-2 બનાવશે. વિશ્વાસે કહ્યું કે, વર્જન-1ની રામલીલા મેદાનથી લઈને પાર્ટી સ્થાપના સુધીની સફર હતી. કુમાર વિશ્વાસ અનુસાર પાંચ વર્ષોમાં આપ ઘણી વખત રસ્તા પરથી ભટકી ગઈ છે પરંતુ રસ્તો ભટકી જતાં વિશ્વાસે અવાઝ ઉઠાવ્યો હતો. વિશ્વાસે કહ્યું કે, આપમાં કાર્યકર્તાઓના રૂપમાં કેટલાક એન્ટી વાયરસ લગાવવામાં આવી રહ્યાં છે. કાર્યકર્તાઓ સાચે-સાચુ જણાવશે કે, સંગઠનમાં કહ્યાં ખરાબી છે, કયો ધારાસભ્ય કામ કરી રહ્યો નથી. અથવા બીજી કઈ ગરબડી છે.


First published: December 3, 2017, 10:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading