Home /News /india /

માતા-પત્ની સાથેની મુલાકાતમાં પાકે. જાધવ પાસે પોતાની આપેલી 'સ્ક્રિપ્ટ' બોલાવડાવી

માતા-પત્ની સાથેની મુલાકાતમાં પાકે. જાધવ પાસે પોતાની આપેલી 'સ્ક્રિપ્ટ' બોલાવડાવી

સોમવારે જાધવની માતા અને પત્ની સાથે મુલાકાત થઈ હતી

કુલભૂષણ જાધવની તેની માતા અને પત્ની સાથેની 40 મિનિટની વાતચીતના અમુક અંશો સામે આવ્યા છે.

નવી દિલ્હીઃ મીડિયા રિપોર્ટ પ્રમાણે માતા અને પત્ની સાથે મુલાકાત દરિયાન કુલભૂષણ જાધવને પાકિસ્તાને પોતે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે જ વાતચીત કરવાની ફરજ પાડવામાં આવી હતી. ભારતીય અધિકારીના જણાવ્યા પ્રમાણે વાતચીત દરમિયાન પાકિસ્તાન તરફથી આપવામાં આવેલી સ્ક્રિપ્ટ પ્રમાણે કુલભૂષણ સતત એવું કહી રહ્યો હતો કે તે ભારતીય જાસૂસ હતો.

કુલભૂષણ જાધવની તેની માતા અને પત્ની સાથેની 40 મિનિટની વાતચીતના અમુક અંશો સામે આવ્યા છે. જાધવ અને પરિવારની મુલાકાત દરમિયાન તેમની વચ્ચે કાચની દીવાલ હતી. જેમાં બંને તરફ ઇન્ટરકોમ ફોન રાખવામાં આવ્યા હતા. તેના માધ્યમથી જ વાતચીત શક્ય બની હતી. પરિવાર વચ્ચેની આખી વાતચીત પાકિસ્તાન દ્વારા કંટ્રોલ કરવામાં આવી હતી. પાકિસ્તાનની આવી હરકતથી પરિવાર ખૂબ જ ડિપ્રેશનમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરિવારના આગ્રહ છતાં કુલભૂષણ સતત અંગ્રેજી અને હિન્દીમાં જ વાત કરી રહ્યો હતો. તે સતત એવું રટણ કરી રહ્યો હતો કે તે ભારતનો જાસૂસ હતો અને બલૂચિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. તેની પત્ની અને માતા સતત એવું કહી રહ્યા હતા કે તે મરાઠીમાં વાત કરે પરંતુ તેણે અંગ્રેજી અને હિન્દીમાં જ વાત કરવાનું ચાલું રાખ્યું હતું.

પુત્રની આવી વર્તણૂંક બાદ તેની માતા સતત તેને સવાલ કરી રહી હતી કે તે આવું શા માટે બોલી રહ્યો છે. જ્યારે જ્યારે તેની માતા મરાઠીમાં બોલતી હતી ત્યારે પાકિસ્તાનના અધિકારીઓ તેને મરાઠીમાં વાત કરવાની સૂચના આપતા હતા. પરિવારે ભારતીય અધિકારીઓને જણાવ્યું હતું કે, બધું એવું બની રહ્યું હતું જાણે પાકિસ્તાને તેને કોઈ સ્ક્રિપ્ટ આપી હતી. તે એ તમામ આરોપોનો સ્વીકાર કરી રહ્યો હતો જેના આરોપ હેઠળ પાકિસ્તાન આર્મીએ તેની ધરપકડ કરી હતી.
First published:

Tags: Kulbhushan Jadhav, Pakistan Army

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन