26/11 : ‘કુબેર બોટ’ના ટંડેલના પત્ની રાણીબેન 10 વર્ષે'ય પતિના મૃત્યુના પ્રમાણપત્રની રાહ જુએ છે !

News18 Gujarati
Updated: November 26, 2018, 2:06 PM IST
26/11 : ‘કુબેર બોટ’ના ટંડેલના પત્ની રાણીબેન 10 વર્ષે'ય પતિના મૃત્યુના પ્રમાણપત્રની રાહ જુએ છે !
26/11ના મુંબઈના આંતકી હુમલાને આજે 10 વર્ષ થયા.

26/11ના મુંબઈના આંતકી હુમલાને આજે 10 વર્ષ થયા. આ હુમલા માટે પોરબંદરની ‘કુબેર બોટ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો

  • Share this:

ન્યૂઝ18 ગુજરાતી :


26/11ના મુંબઈના આંતકી હુમલાને આજે 10 વર્ષ થયા. આ હુમલા માટે પોરબંદરની ‘કુબેર બોટ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અપહૃત બોટના ખલાસીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ ઘટનામાં દીવના ઝોલાવાડી ગામમાં રહેતા બોટના ટંડેલ અમરચંદને પણ  આંતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા.આ ઘટનાને 10 વર્ષ વીતી ચૂક્યા છતાં હજુ આજેપણ અમરચંદના પત્ની રાણીબેનને સરકાર દ્વારા તેમના પતિના મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું નથી.


આ પરિવાર આજે પણ વ્યથામાં ડૂબેલો છે અને ઘટના યાદ કરતા રાણીબેનની આંખોમાં આંસુ આવી જાય છે. અમરચંદ પોરબંદરની ‘કુબેર બોટ’માં ટંડેલ તરીકે ફરજ બજાવતા હતા. ‘કુબેર‌ બોટ’માં રહેલા માછીમારોને એક પછી એક-એમ મોતને ઘાટ ઉતાર્યા હતા. અમરચંદને ‘હોટલ તાજ’ સુધી પહોંચવા માટે‌ જીવતા રાખવામાં આવ્યો હતો અને તેને છરીની અણીએ મુંબઈ કિનારા સુધી બોટ લઇ જવાની ફરજ પાડવામાં આવી હતી.મુંબઈ પહોંચ્યા પછી તરત જ અમરચંદનું ગળું કાપી હત્યા કરાઇ હતી.કુબેર બોટની ફાઇલ તસવીર

અમરચંદના પત્ની રાણીબેને જણાવ્યું હતું કે, તાજ પર આતંકી હુમલાને સતત ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:  26/11 મુંબઇ હુમલો: 10 વર્ષ પછી અમેરિકાનું એલાન, દોષિતોને પકડાવનારને રૂ.35 કરોડનું ઇનામ

પરિવારના સભ્યોને ટીવી દ્વારા ખબર પડી હતી કે ‘કુબેર બોટ’ પર હુમલા બાદ બોટમાં રહેલા લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાના બે-ત્રણ દિવસ પછી તેમને પતિની હત્યાની જાણ થઈ હતી. આ સમયે ગામના આગેવાનોની મદદથી તેમના પુત્રને મુંબઈથી તેના પિતાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ઘણા દિવસો પછી મૃતદેહ દીવ પહોંચ્યો ત્યારે ઝોલાવાડીમાં કરુણ વાતારવરણ સર્જાયું હતું.

First published: November 26, 2018, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading