કેન્દ્ર વિ. મમતાઃ કોલકાતામાં પૂર્વ CBI ચીફના બે સ્થળો ઉપર પોલીસની રેડ

કેન્દ્ર વિ. મમતાઃ કોલકાતામાં પૂર્વ CBI ચીફના બે સ્થળો ઉપર પોલીસની રેડ

રિપોર્ટ છે કે એક લોકેશન કોલકાતામાં છે અને બીજુ સોલ્ટ લેકમાં

 • Share this:
  રવિવારે કોલકાતા કમિશ્નરના ઘરે અચાનક સીબીઆઈની પહોંચતા રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સામે મોરચો ખોલ્યો હતો. હવે આ ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે  કોલકાતા પોલીસે સીબીઆઈના પૂર્વ વચગાળાના ડાયરેક્ટર એમ નાગેશ્વરના બે અલગ-અલગ સ્થળો ઉપર રેડ કરી છે. રિપોર્ટ છે કે એક લોકેશન કોલકાતામાં છે અને બીજુ સોલ્ટ લેકમાં. જ્યાં સીબીઆઈના પૂર્વ વચગાળાના ડાયરેક્ટરની પત્નીની કંપની એન્જેલિના મર્કેટાઇલ પ્રાઇવેટ લિમિટેડ છે. પોલીસના રેડ સીબીઆઈના એક્શનને જોડીને જોવામાં આવે છે.

  જોકે વચગાળાના પૂર્વ CBI ચીફ એમ નાગેશ્વર રાવે એક નિવેદન જાહેર કરીને એંગેલા મર્કેટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે કોઈપણ પ્રકારની લિંક હોવાથી ઇન્કાર કર્યો છે. જેની ઉપર કોલકાતા પોલીસ રેડ કરી છે. રાવે પોતાની એક સ્ટેટમેન કરી વર્ષ 2010થી લઈને પછીના વર્ષોનો ઘટનાક્રમે સામે રાખ્યો છે.

  ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા મમતા અને કેન્દ્ર વચ્ચેનો મતભેદ સામે આવ્યો હતો. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રને ચેતાવણી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે જો પોલીસના વરિષ્ઠ અધિકારીઓના મેડલ પાછા લેવામાં આવશે તો તે રાજ્યનું સર્વોચ્ચ સન્માન ‘બંગ વિભૂષણ’થી સન્માનિત કરશે.  આ પણ વાંચો - PM મોદીનો મમતા પર પ્રહાર, કહ્યું - લુટારાઓને બચાવવા પ્રથમ વખત કોઈ CM ધરણાં પર બેઠા

  વચગાળાના પૂર્વ CBI ચીફ એમ નાગેશ્વર રાવે એક નિવેદન જાહેર કરીને એંગેલા મર્કેટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે કોઈપણ પ્રકારની લિંક હોવાથી ઇન્કાર કર્યો


  આ પહેલા એવા સમાચાર હતા કે રવિવારે મમતાના ધરણાં પર પહોંચેલા 5 વરિષ્ઠ અધિકારીઓ સામે કેન્દ્ર સરકાર કાર્યવાહી કરવા પર વિચાર કરી રહી છે. આ અધિકારીઓના મેડલ પાછા લઈ લેવાય શકાય છે.
  Published by:Ashish Goyal
  First published: