Home /News /india /શું હોય છે Z પ્લસ, Z અને Y કેટેગરીની સુરક્ષા, જાણો એક ક્લિકે

શું હોય છે Z પ્લસ, Z અને Y કેટેગરીની સુરક્ષા, જાણો એક ક્લિકે

કેન્દ્ર સરકારે બિહારના બે પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ યાદવ અને જીતન રામ માંઝીની જેડ પ્લસની સુરક્ષામાં ઘટાડો કરીને તેમને જેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે બિહારના બે પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ યાદવ અને જીતન રામ માંઝીની જેડ પ્લસની સુરક્ષામાં ઘટાડો કરીને તેમને જેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

    કેન્દ્ર સરકારે બિહારના બે પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ યાદવ અને જીતન રામ માંઝીની જેડ પ્લસની સુરક્ષામાં ઘટાડો કરીને તેમને જેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી લાલુ અને તેમની પાર્ટી આરજેડીના નેતા ખુબ જ નારાજ છે. બિહારમાં આ બાબતે રાજકિય જંગ છેડાઈ ગયો છે. લાલુનો નાનો પુત્ર અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે તો એટલા સુધી કહી નાંખ્યું કે, તેઓ પીએમ મોદીની ખાલ ઉતરાવી નાંખશે. રાજદ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને બિહારની નીતિશ સરકાર મળીને લાલુ પ્રસાદ યાદવના મર્ડરનું ષડયંત્ર રચી રહ્યાં છે. તેવામાં આવો જાણીએ જેડ પ્લસ અને જેડ સિક્યોરિટી શું છે? જેડ પ્લસથી જેડ કેટેગરીમાં જવાથી સુરક્ષા વ્યવસ્થામાં શુ ફરક પડી શકે છે?


    ભારતમાં નેતાઓ, અધિકારીઓ અથવા કોઈ વ્યક્તિની સુરક્ષાના ખતરાઓને જોતા તેમને સરકાર અને પોલીસ દ્રારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. મોટા ખતરાઓને જોતા જેડ પ્લસ, જેડ અને વાય અથવા એક્સ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવે છે. આવી રીતની સુરક્ષા મેળવનાર મોટાભાગના લોકો કેન્દ્ર સરકારના મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયધીશ, ફેમસ રાજનેતા અને કેટલાક સીનીયર બ્યૂરોક્રેટ્સ હોય છે. ભારતમાં હાલમાં 450 લોકોને આવી સુરક્ષા આપવામાં આવી રહી છે. જેમાંથી 15 લોકોને જેડ પ્લસ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.


    જેડ પ્લસ કેટેગરીમાં 36 કર્મચારીઓ તમારી સુરક્ષા માટે ખડે પગે તૈયાર રહે છે. આમાંથી 10 એનએસજી અને એસપીજી કમાન્ડો હોય છે અને બાકીના પોલીસકર્મી હોય છે. આ સુરક્ષા વીવીઆઈપીને મળે છે. સુરક્ષાના પહેલા ઘેરાની જવાબદારી એનએસજીની હોય છે, જ્યારે બીજા લેયરમાં એસપીજીના અધિકારી હોય છે. તે ઉપરાંત આઈટીબીપી અને સીઆરપીએફના જવાન ત્રીજા લેયરમાં ખડે પગે તૈયાર રહે છે. જેડ પ્લસ કેટેગરીની સુરક્ષા હેઠળ વડાપ્રધાન અને પૂર્વ પ્રધાનમંત્રીઓને એસપીજી કમાન્ડો સુરક્ષા કવચ પ્રદાન કરે છે.


    જેડ કેટેગરીમાં 22 કર્મચારીઓ સ્ટેન્ડબાય હોય છે. આમાંથી દિલ્હી પોલીસ, આઈટીબીપી અને સીઆરપીએફના જવાન સુરક્ષાઓ પૂરી પાડે છે. જેડ કેટેગરી સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિને એક એસ્કોર્ટ કાર પણ મળે છે.


    વાય કેટેગરીમાં 11 સુરક્ષાકર્મી હોય છે, જેમાંથી બે પર્સનલ સિક્યોરિટી ઓફિસર (પીએસઓ) સામેલ હોય છે. એક્સ કેટેગરીમાં માત્ર 2 કર્મચારીઓ આપવામાં આવે છે, જેમાંથી એક પીએસઓ હોય છે.

    First published:

    Tags: Lalu prashad yadav, Narendr Modi, આરજેડી`, ભાજપ