મુસ્લિમ નહીં દલિત છે SP ઉમેદવાર શબ્બીર અહમદ, રસપ્રદ છે તેમના નામની કહાની

સપાએ લોકસભાની સીટ બહરાઇચથી શબ્બીર અહમદ વાલ્મિકી ઉપર દાવ ખેલ્યો છે

સપાએ લોકસભાની સીટ બહરાઇચથી શબ્બીર અહમદ વાલ્મિકી ઉપર દાવ ખેલ્યો છે

 • Share this:
  સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે છ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. સપાએ લોકસભાની સીટ બહરાઇચથી શબ્બીર અહમદ વાલ્મિકી ઉપર દાવ ખેલ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં શબ્બીર અહમદ બીજેપીના સાવિત્રી બાઇ ફુલે સામે 95 હજાર વોટથી હારી ગયા હતા. શબ્બીર અહમદ નામ મુસ્લિમો જેવું છે પણ તે દલિત ઉમેદવાર છે. આ પાછળ પણ એક રસપ્રદ કહાની છે. મુસ્લિમ નામ હોવા છતા તે પોતે દલિત સાબિત કરવા માટે કાયદાકીય લડત લડ્યા હતા અને જીત પણ મેળવી હતી.

  શબ્બીર અહમદ જણાવે છે કે મુસ્લિમ નામની શરુઆત તેમના જન્મ સાથે શરુ થઈ હતી. તેમણે કહ્યું હતું કે મારા પિતા બબેરુ લાલ વાલ્મિકીએ એક બાળક માટે ત્રણ લગ્નો કર્યા હતા. આ પછી મારો જન્મ થયો હતો. આ પછી મને ખરાબ આત્માઓથી બચાવવા માટે એક મુસ્લિમ દંપતીને 300 રુપિયામાં વેચી દીધો હતો. આ પછી મુસ્લિમ પરિવાર પાસે થોડા દિવસો રહ્યો હતો અને મને શબ્બીર અહમદ નામ આપ્યું હતું.

  આ પણ વાંચો - આ છે દુનિયાની સૌથી પૈસાદાર મહિલા, રોજની કમાણી છે 982 કરોડ

  શબ્બીર અહમદ જણાવે છે કે તે મુસ્લિમ પરિવારને ફરીથી ક્યારેય મળ્યો નથી. મને એ પણ ખબર નથી કે તે જીવે છે કે નહીં. શબ્બીર અહમદ નામ દલિતોની સાથે મુસ્લિમોમાં મતદાતાઓમાં પણ ફેમસ બનાવે છે.

  શબ્બીર અહમદ 1993થી 2012 સુધી ચાર વખત ધારાસભ્ચ રહ્યા હતા. આ પછી 2014માં લોકસભા ચૂંટણીમાં બીજા ક્રમે રહ્યા હતા. આ વખતે સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર છે. જેથી તેમની જીતવાની તક સંભાવના માનવામાં આવી રહી છે. વર્તમાન સાંસદ પણ કોંગ્રેસમાં આવી ગયા છે. આશા છે કે તે કોંગ્રેસ તરફથી લડશે. આવા સમયે બીજેપી માટે આ સીટ બચાવી રાખવી મોટો પડકાર રહેશે.
  Published by:Ashish Goyal
  First published: