Home /News /india /

પુલવામા પર આત્મધાતી હુમલો કરનાર આદિલ કઇ રીતે બન્યો હતો આતંકી

પુલવામા પર આત્મધાતી હુમલો કરનાર આદિલ કઇ રીતે બન્યો હતો આતંકી

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી આદિલ અહમ ડારે પુલવામા જિલ્લાના લેથપોરા ગામથી જઇ રહેલી સીઆરપીએફ જવાનોની બસમાં વિસ્ફોટથી ભરેલી ગાડી ધુસાડી દીધી અને ધમાકામાં 37 ભારતીય જવાન શહીદ થઇ ગયા.

આદિલ પુલવામાનાં કાકાપોરા ગામનો રહેવાસી છે. જે જગ્યા પર હુમલો થયો ત્યાંથી તે માત્ર 10 કિમી જ દૂર રહેતો હતો.

  ન્યૂઝ18 ગુજરાતી: કાશ્મીરનાં 3 દશકનાં ઇતિહાસમાં પુલવામા જેવો આત્મઘાતી આતંકી હુમલો નથી થયો. ગુરૂવારે કાશ્મીરનાં પુલવામામાં થયેલ આતંકી હુમલાનો સ્થાનિક આતંકી આત્મઘાતી હુમલાખોરનાં રૂપમાં ખતરનાક રીતે બહાર આવ્યો છે. ગુરૂવારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો આતંકી આદિલ અહમદ ડારે પુલવામા જિલ્લાના લેથપોરા ગામથી જઇ રહેલી સીઆરપીએફ જવાનોની બસમાં વિસ્ફોટથી ભરેલી ગાડી ધુસાડી દીધી અને ધમાકામાં 37 ભારતીય જવાન શહીદ થઇ ગયા.

  હુમલા થયો તેની નજીક જ રહેતો હતો આતંકી

  આદિલ પુલવામાનાં કાકાપોરા ગામનો રહેવાસી છે. જે જગ્યા પર હુમલો થયો ત્યાંથી તે માત્ર 10 કિમી જ દૂર રહેતો હતો. પોલીસ સૂત્રો પ્રમાણે 200 સ્થાનિક યુવક ગત વર્ષે આતંકી સંગઠનમાં સામેલ થયા પરંતુ આદિલ આતંકી બનીને નીકળ્યો. આદિલ બીજો કાશ્મીરી આતંકી છે, આ પહેલા શ્રીનગરના અફાક શાહે 2000માં આર્મીનાં 15 કોપ હેડક્વાટરમાં આત્મધાતી હુમલો કર્યો હતો.

  આ પણ વાંચો: પુલવામા હુમલા પર CRPFનું મોટું નિવેદન: ન ભૂલીશું, ન માફ કરીશું

  આદિલ 12 ક્લાસનો ડ્રોપ આઉટ સ્ટુન્ડન્ટ હતો

  પોલીસ સુત્રો પ્રમાણે, આદિલે ધોરણ 12 ક્લાસ ડ્રોપઆઉટ હતો, જે પછી તે પડોશીની એક મિલમાં કામ કરતો હતો. ગયા વર્ષે માર્ચમાં તેણે પોતાનું ઘર છોડીને ઘાટીમાં આતંકવાદીઓનાં સંગઠનમાં સામેલ થઇ ગયો હતો. મળતા અહેવાલ પ્રમાણે આદિલનો એક મિત્ર સમીર એહમદ પણ તે જ દિવસથી ગૂમ છે. તે કાશ્મીર યુનિવર્સિટીમાં જીયોલોજીમાં પોસ્ટગ્રેજ્યુએશનો અભ્યાસ કરી રહ્યો હતો. આદિલનાં પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગૂમ થવાની ફરિયાદ પણ નોંઘાવેલી છે. પરંતુ થોડા જ દિવસોમાં તેની તસવીર એકે47 સાથે સોશિયલ મીડિયામાં ફરતી થઇ ગઇ. તેને વકાસ કમાંડો તરીકેનું કોડનેમ આપવામાં આવ્યું હતું.

  બુરહાન વાણીનાં મરી ગયા પછી વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતો

  ડારનાં પિતા ગુલામ હસન ડારે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીકમાં કહ્યું કે, ' ઘર છોડ્યા પછી તે અમને માત્ર એકવાર મળ્યો હતો. તેનો પિતરાઇ ભાઇ પણ આતંકી હતો જે મરી ગયો છે.' પરિવારે જણાવ્યાં પ્રમાણે 2016માં હિઝબુલ મુઝાહિદ્દીનનાં આતંકી બુરહાન વાણી મરી ગયો પછી ઘાટીમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનમાં આદિલે ભાગ લીધો હતો. ત્યારે તેને પગમાં ગોળી વાગી હતી. ડોર આદિલ અહમદ ગાડી અથાડનારો અને વકાસ કમાંડો જેવા નામથી પણ ઓળખાતો હતો. સ્થાનિક લોકો પ્રમાણે ડારે આતંકી પિતરાઇ ભાઇનાં એનકાઉન્ટરમાં મરી ગયા પછી શાળા છોડી દીધી હતી.

  હુમલા પહેલા એક વીડિયો પણ બનાવ્યો

  આદિલે હુમલો કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમા આદિલ અહમદ ઉર્ફે વકાસ કમાન્ડો વીડિયોની શરુઆત કરતા તે કહે છે કે જ્યાં સુધી આ વીડિયો તમારા સુધી પહોંચશે તે સમયે હું જન્નતમાં મજા માણતો હોઇશ. મેં જૈશ એ મોહમ્મદમાં આતંકી તરીકે એક વર્ષ પસાર કર્યું છે અને આ મારો કાશ્મીરના લોકો માટે અંતિમ મેસેજ છે. વકાસ વીડિયોમાં કહે છે કે જૈશે પહેલા પણ ભારતમાં હુમલા કર્યા છે જેમ કે વિમાન અપહરણ, 2001માં સંસદ પરનો હુમલો, નગરોટા હુમલો, ઉરી હુમલો અને પઠાનકોટ એરબેસ હુમલો. તે ઉત્તર કાશ્મીરના લોકોને ભડકાવતા કહે છે કે દક્ષિણ કાશ્મીરમાં લોકો ભારત સામે લડી રહ્યા છે અને હવે ઉત્તર અને મધ્ય કાશ્મીરની સાથે જમ્મુના લોકોનો પણ લડવાનો સમય આવી ગયો છે. અમારા કેટલાક કમાન્ડરોને મારીને તમે અમને કમજોર કરી શકશો નહીં. તેણે કાશ્મીરમાં સુરક્ષા દળો પર હાલમાં જ કરેલ આઈઈડી અને સ્નાઇપર હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CRPF, Jammu and kashmir, Masood-azhar, Pulwama terror attack, પુલવામા

  આગામી સમાચાર