દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક વ્યક્તિએ જીવીએલ નરસિમ્હા રાવ પર બૂટ ફેક્યું હતું. સાધ્વી પ્રજ્ઞા સિંહને ભોપાલ સીટ ઉપર ઉમેદવાર બનાવ્યા પછી બીજેપી હેટક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
બૂટ ફેકનાર શક્તિ સિંહ ભાર્ગવની તરત ધરપકડ કરી લેવામાં આવી હતી. ભાર્ગવ કાનપુરનો રહેવાસી બતાવવામાં આવી રહ્યો છે. પોલીસે પૃષ્ટિ કરી છે કે કાનપુરના ભાર્ગવ હોસ્પિટલના માલિક ડોં. શક્તિ સિંહ ભાર્ગવના ઘર પર 2018માં ત્રણ બંગલા ખરીદવા માટે ઇન્કમટેક્સ વિભાગે છાપા માર્યા હતા.
સૂત્રોના મતે ત્રણ બંગલા માટે 11.50 કરોડ રુપિયાની લેણદેણ થઈ હતી. કથિત રીતે આ પૈસા શક્તિ સિંહ ભાર્ગવના એકાઉન્ટમાંથી આપવામાં આવ્યા હતા. જોકે બંગલો તેની પત્ની અને બાળકોના નામે ખરીદવામાં આવ્યો હતો.
પોલીસે બેનામી સંપત્તિના નિયમોના ભંગના એન્ગલથી મામલાની તપાસ કરી હતી. દિલ્હી પોલીસના મતે ભાર્ગવે બંગલાની ખરીદી માટે લાવેલ પૈસાના સ્ત્રોત બતાવી શક્યો ન હતો. આ સિવાય આયકરે વિભાગે ડો.ભાર્ગવના ઘરેથી 28 લાખ કેશ અને 50 લાખની જ્વેલરી પણ ઝડપી હતી.
ભાર્ગવ પોતાના ફેસબુક પર પોતાને ‘વ્હિસલ બ્લોઅર’ગણાવે છે. તે છેલ્લા ઘણા દિવસોથી બીજેપી ઓફિસ આવી રહ્યો હતો. કાનપુરમાં બંધ મિલો માટે શક્તિ ભાર્ગવે અવાજ ઉઠાવી હતી.
શક્તિ ભાર્ગવની માતા દયા ભાર્ગવે કહ્યું હતું કે તેનો પોતાના પુત્ર સાથે કોઈ સંબંધ નથી. મારા પુત્રની માનસિક હાલત ઠીક નથી. તે અમને પરેશાન કરતો હતો. જેથી અમે તેને પોતાનાથી અલગ કરી દીધો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર