કેરલ (Kerala)માં ઓણમ (Onam) દરમિયાન લોકોએ અલગ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે ઓણમ દરમિયાન રાજ્યમાં રેકોર્ડ 487 કરોડ રુપિયાનું દારુનું વેચાણ (Liquor Sales)થયું છે. ગત વર્ષે આ દરમિયાન આ આંકડો 457 કરોડ રુપિયાનો હતો. આંકડા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તહેવારમાં આઠ દિવસની ઉજવણીમાં લોકો 30 કરોડથી વધારે દારુ પી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વખતે 3 સપ્ટેમ્બરથી શરુ થયેલ ઓણમની ઉજવણી 10 સપ્ટેમ્બર સુધી ચાલી હતી.
કેરલમાં આવેલા ભીષણ પૂર(Flood)છતા ઓગસ્ટ મહિનો દારુના વેચાણ બાબતે શાનદાર રહ્યો હતો. આંકડા પ્રમાણે રાજ્યમાં જુલાઈ મહિનાની સરખામણીએ દારુના વેચાણમાં 71 કરોડ રુપિયાનો વધારો થયો હતો. બેવરેજેસ કો ઓપરેશન(BEVCO)ની દુકાનો ઉપર ઓગસ્ટમાં કુલ 1229 કરોડ રુપિયાનો દારુ વેચાયો હતો. તેના આઉટલેટ્સ પર ઓણમ દરમિયાન 90.32 કરોડ રુપિયાનું દારુનું વેચાણ થયું હતું. ગત વર્ષે આ આંકડો 88.08 કરોડ રુપિયાનો હતો.
સપ્ટેમ્બરમાં ત્રણ દિવસ રાજ્યમાં બંધ રહ્યા દારુના આઉટલેટ્સ
બેવકો (BEVCO) ના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મામુલી ઘટાડો નોંધાયો છે. બેવકોના ત્રિશુરમાં એક આઉટલેટમાં સૌથી વધારે વેચાણ થયું છે. આ વર્ષે આઉટલેટ ઉપર 1.04 કરોડ રુપિયાનો દારુ વેચાયો છે. જ્યારે ગત વર્ષે અહીં 1.22 કરોડ રુપિયાનો દારુ વેચાયો હતો. રાજ્યમાં 1, 11 અને 13 સપ્ટેમ્બરે દારુની બધી દુકાનો બંધ રહી હતી.
2018ના પૂર પછી રાજ્ય સરકારે વધાર્યો હતો ટેક્સ
કેરલ સરકારે (Keral Government)2018માં આવેલા સદીના સૌથી ભીષણ પૂર પછી દારુની કિંમતમાં વધારો કર્યો હતો. સાથે દારુ ઉપર ટેક્સમાં પણ વધારો કરાયો હતો. આ કારણે રાજ્યમાં દારુના વેચાણથી રાજ્યની આવકમાં ત્રણ ટકાનો વધારો થયો છે. બેવકોએ અત્યાર સુધીનો સૌથી વધારે દારુ ઓગસ્ટ 2018માં વેચ્યો હતો. ગત વર્ષે કેરલમાં ભીષણ પૂર આવ્યું હતું. આ દરમિયાન બેવકોએ 1264 કરોડ રુપિયાનો દારુ વેચ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર