પોતાનાં પ્રેમને મળવાની આઝાદી મળવી જોઈએ : હાદિયા

કથિત 'લવ જિહાદ' કિસ્સાનો ચહેરો બનેલી હાદિયાને ભલે સુપ્રીમ કોર્ટે કોલેજ જઇ પોતાનું ભણતર પૂર્ણ કરવાની પરવાનગી આપી દીધી હોય. પણ તેનું કહેવું છે કે, તે હજુ પણ આઝાદ નથી.

કથિત 'લવ જિહાદ' કિસ્સાનો ચહેરો બનેલી હાદિયાને ભલે સુપ્રીમ કોર્ટે કોલેજ જઇ પોતાનું ભણતર પૂર્ણ કરવાની પરવાનગી આપી દીધી હોય. પણ તેનું કહેવું છે કે, તે હજુ પણ આઝાદ નથી.

  • Share this:
કેરળ:  કથિત 'લવ જિહાદ' કિસ્સાનો ચહેરો બનેલી હાદિયાને ભલે સુપ્રીમ કોર્ટે કોલેજ જઇ પોતાનું ભણતર પૂર્ણ કરવાની પરવાનગી આપી દીધી હોય. પણ તેનું કહેવું છે કે, તે હજુ પણ આઝાદ નથી.

હાદિયાનું કહેવું છે કે, મે જે માંગ્યું હતું તે મને મળ્યું નથી. હું કોર્ટનાં ઓર્ડરની રાહ જોઇ રહી છું. જેથી મને માલુમ થઇ શકે કે આ મારા માટે એક નવી જેલ તો નથીને. હું તે વ્યક્તિને મળવાની આઝાદી ઇચ્છુ છુ જેને મે પ્રેમ કર્યો છે.

આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે સોમવારે આ કેસની સુનવણી કરતાં હાદિયાને તેની માતા-પિતાની નજરકેદથી આઝાદ કરતા તેને કોલેજ જઇ ભણવાની પરવાનગી આફી છે.

સુપ્રીમ કોર્ટે તમિલનાડુનાં સલેમમાં સ્થિત શિવરાજ હોમિયોપેથિક મેડિકલ કોલેજનાં ડિનને હાદિયાનાં મેન્ટર નિયુક્ત કરવામાં આવ્યો છે અને તેને કોઇપણ પ્રકારની સમસ્યા માટે સુપ્રીમકોર્ટનો દરવાજો ખખડાવવાની પરવાનગી મળી છે.
First published: