કેરળઃ પૂર પીડિતો માટે પોતાના શરીરને બનાવ્યું હતું 'સીડી', હવે મળશે ઇનામ

News18 Gujarati
Updated: August 22, 2018, 3:52 PM IST
કેરળઃ પૂર પીડિતો માટે પોતાના શરીરને બનાવ્યું હતું 'સીડી', હવે મળશે ઇનામ
જૈસલ કેપી

કેરળના મલપ્પરમ પાસેના તનૂરના ચપ્પાપડીના રહેવાશી 32 વર્ષીય જૈસલ કેપીનો વીડિયો 17 ઓગસ્ટથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
દક્ષિણમાં આવેલું કેરળ રાજ્ય હાલ પૂરની કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. સેના અને એનડીઆરએફના જવાનો પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. આ દરમિયાન વરસાદમાં ફસાયેલી મહિલાઓ અને બાળકો માટે પોતે સીડી બનનાર માછીમાર જૈસલ કેપીની આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. હવે તે ફરી ચર્ચામાં છે. હકીકતમાં જૈસલ કેપીને તેની દિલેરી માટે સન્માનિત કરવાની તૈયારી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે તેને રોકડ ઇનામની સાથે સાથે નવું ઘર પણ મળી શકે છે.

'Times of India'ના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કેરળના મલપ્પુરમની પાસે તનૂરના ચપ્પાપડીમાં રહેતા 32 વર્ષીય જૈસલ કેપીનો વીડિયો 17 ઓગસ્ટથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જૈસલને પોતાના વિસ્તારમાં અમુક લોકો પૂરના પાણીમાં ફસાયાની માહિતી મળી હતી. મલપ્પુરમના ટ્રોમા કેર યુનિટમાં સ્વયંસેવક તરીકે જોડાયેલા જૈસલ થોડી પણ રાહ જોયા વગર લોકોની મદદ કરવામાં લાગી ગયો હતો.

મહિલાઓ અને બાળકોને એનડીઆરએફની બોટમાં ચડાવવા માટે તે નીચે બેસી ગયો હતો. મહિલાઓ અને બાળકો તેની પીઠ પર પગ મૂકીને બોટમાં બેઠા હતા.

જૈસલ કહે છે કે, "મને માહિતી મળી હતી કે પૂરમાં અમુક બાળકો અને મહિલાઓ ફસાયા છે. જેમાં બે પ્રેગનેન્ટ મહિલા છે. મને એ વાત ખબર હતી કે પ્રેગનેન્ટ મહિલાઓ માટે કોઈ સહારા વગર બોટમાં ચડવાનું કામ મુશ્કેલ હોય છે. આટલા બધા લોકો વચ્ચે પ્રેગનેન્ટ મહિલાને ઓળખવાનું કામ પણ મુશ્કેલ હતું. આથી મેં પેટના સહારે નીચે બેસી જવાનું નક્કી કર્યું હતું, જેના કારણે મારા શરીર પરથી પસાર થઈને લોકો સહેલાઇથી બોટમાં ચડી શકે."

નોંધનીય છે કે જૈસલ કેપી એક રૂમવાળા ઘરમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. છેલ્લા 10 વર્ષથી તે બચાવકાર્યમાં ભાગ લેતો રહ્યો છે.
First published: August 22, 2018
વધુ વાંચો
अगली ख़बर