કેરળ: હવાઇ સર્વેક્ષણ માટે નીકળ્યાં PM, 500 કરોડના પેકેજની જાહેરાત

કેરળ માટે 500 કરોડના પેકેજની જાહેરાત કરી.

પીએમ મોદી કેરળના પ્રભાવિત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કરવાના હતાં જે હાલ કેન્સલ થયું છે

 • Share this:
  કેરળમાં 10 દિવસથી ભારે વરસાદ અને પૂરના કારણે હાલત એકદમ કફોડી થઇ ગઇ છે. ભૂસ્ખલન અને પૂરથી અત્યાર સુધી 324 લોકોના જીવ ગયા છે. આશરે ત્રણ લાખ લોકો બેઘર બન્યાં છે. સેનાની સાથે એનડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગી ગઇ છે. આજે પીએમ મોદી કેરળના પ્રભાવિત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કરવાના હતાં જે હાલ કેન્સલ થયું હતું. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોચીમાં મુખ્યમંત્રી વિજયન સહિત તમામ મોટા અધિકારીઓની સાથે મંથન કર્યું હતું. પૂર રાહત માટે 500 કરોડનાં પેકેજની જાહેરાત કરી છે. જે પછી હવામાન સાફ થતાં વડાપ્રધાન મોદીએ તેના પછી હવાઇ સર્વે કરીને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કર્યું હતું.

  પહેલા કોચીમાં ભારે વરસાદને કારણે ચોપર પાછુ ફર્યું છે. જે વિસ્તારોમાં પીએમ હવાઇ સર્વેક્ષણ કરવાના હતાં તે જિલ્લાઓ પૂરથી ઘણાં પ્રભાવિત છે.

  કેરળ સરકારે પૂર પીડિતોની મદદ માટે ડોનેશન આપવાની અપીલ કરી છે. આપ donation.cmdrf.kerala.gov.in દ્વારા પૂર પીડિતોની મદદ કરી શકે છે.

  કેરળના સીએમ અને મંત્રીઓ સાથે પીએમ હાલ બેઠક કરી રહ્યાં છે.  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેરળને 10-10 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. જ્યારે તેલંગાનાના સીએમ ચંદ્રશેખરે પણ 24 કરોડ રૂપિયા આપવાની મદદ કરી છે.  નોંધનીય છે કે NDRF સહિત તટરક્ષક દળ તથા ત્રણે સેનાની ટુકડીઓ રાહત તથા બચાવ કાર્યમાં લાગી ગઇ છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિઝયને શુક્રવારે જણાવ્યું કે રાજ્યમાં 29 મેથી લઇને શુક્રવાર સુધી 324 મોત થઇ છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે 88,442 લોકોને બચાવવામાં આવ્યાં છે અને 3,14,491 લોકો રાહત શિબિરોમાં છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આખા રાજ્યમાં 2094 રાહત શિબિર બનાવવામાં આવી છે જ્યાં લોકોને ભોજન તથા પાણી આપવામાં આવે છે. કેરળના પેરિયાર સહિતના 35 ડેમ ભરાઈ ગયા છે.
  Published by:Kaushal Pancholi
  First published: