આ કહેવાય અસલી હીરો, મહિલાઓને બચાવવા ‘સીડી’ બનીને કરી રહ્યો છે મદદ

32 વર્ષીય જેસલ કેપી ચર્ચામાં રહ્યા વગર લોકોની મદદ કરી રહ્યો છે

32 વર્ષીય જેસલ કેપી એક વૃદ્ધ મહિલાને નાવમાં ચડાવવા માટે પોતે પાણીમાં બેસી જાય છે અને તેની ઉપરથી લોકો નાવમાં ચડી રહ્યા છે

 • Share this:
  કેરળ હાલ ભયંકર પૂરના કારણે સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશના અને રાજ્યના લોકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ સાથે અનેક લોકો પોત-પોતાની રીતે પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યા છે. આવી જ એક તસવીર કેરળ રાજ્યના મલ્લાપુરમમાંથી આવી છે. એક અહીં 32 વર્ષીય જેસલ કેપી એક વૃદ્ધ મહિલાને નાવમાં ચડાવવા માટે પોતે પાણીમાં બેસી જાય છે અને તેની ઉપરથી લોકો નાવમાં ચડી રહ્યા છે. તેના આ કામની ઘણી પ્રશંસા થઈ રહી છે.

  એનડીઆરએફની ટીમને 3 મહિલાઓને સુરક્ષિત બચાવવાની હતી. એક મહિલા પાસે નવજાત શિશુ હતું. તેથી તેને નાવમાં ચડાવવા મદદ કરી હતી. જેસલે ફોન પર NEWS18ને કહ્યું હતું કે વેંગારા વિસ્તારમાં બચાવ અભિયાન ચલાવી રહેલા એનડીઆરએફ કર્મીઓએ અમને બતાવ્યું હતું કે અમે એ સ્થાન સુધી નહી પહોંચી શકીએ જ્યાં મહિલાઓ ફસાયેલી છે. અમે તેમને થોડો સમય માટે નાવ માંગી હતી અને તેમને બચાવ્યા હતા.

  જેસલ કેપી એક વૃદ્ધ મહિલાને નાવમાં ચડાવવા માટે પોતે પાણીમાં બેસી જાય છે અને તેની ઉપરથી લોકો નાવમાં ચડી રહ્યા છે


  સોશિયલ મીડિયા પર જેસલનો વીડિયો વાયરલ થયો છે. કેરળમાં આવી રીતે મદદ કરનારા ઘણા હીરો છે જે ચર્ચામાં રહ્યા વગર લોકોની મદદ કરી રહ્યા છે. આ બધા NDRFને મદદ કરી રહ્યા છે. કેટલાક માછીમારોએ પણ પોતાની એન્જીન બોટ આપી દીધી છે, જેથી લોકોને સુરક્ષિત રીતે બચાવી શકાય.

  જેસલે કહ્યું હતું કે અમે આ સ્વેચ્છાથી કરી રહ્યા છીએ, જેથી કોઈ એવો વ્યક્તિ ના બને જેની પાસે મદદ ન પહોંચે. અમારી પાસે સુરક્ષા માટે કોઈ સાધન નછી. અમે લોકોને બચાવવા પોતાનું જીવન ખતરામાં મુકી રહ્યા છીએ.
  Published by:Ashish Goyal
  First published: