આ રોમાન્ટિક તસવીર પડાવતો વીડિયો જોઇને તમે પેટ પકડીને હસી પડશો

વીડિયોમાંથી લીધેલી તસવીર

લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ અને વેડિંગ ફોટોશૂટનું ચલણ આજકાલ વધી રહ્યું છે

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ અને વેડિંગ ફોટોશૂટનું ચલણ આજકાલ વધી રહ્યું છે. કપલ્સ કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે છે અને ક્ષણો યાદગાર બને તેવું કંઇક કરવા માંગે છે. કેરળમાં પણ એક કપલ કંઇક આવું જ કરવાનું વિચારી રહ્યો હતો.

  કેરળનું કપલ ફોટોશૂટ કરાવવા માટે એક બોટમાં બેઠું હતું ત્યારે જ બોટ પલટી ગઇ. પરંતુ પરફેક્ટ ફોટો ક્લિક થઇ ચુક્યો હતો. આ પલનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ જલ્દી વાયરલ થઇ રહ્યો છે.

  કેરળમાં એક કપલ એક બોટમાં બેઠા હતા. કેળનાં પાનનું પત્તું તેમણે માથા પર મુક્યું હતું. આજુબાજુથી તેમની પર પાણી છંટાઇ રહ્યું હતું. ફોટોમાં દેખાડવાનું હતું કે કપલ બોટમાં બેઠું છે અને વરસાદ પડી રહ્યો છે. વરસાદથી બચાવવા તેઓ પત્તાનો સહારો લઇ રહ્યાં છે.


  બધુ ફોટોગ્રાફરનાં કહ્યાં પ્રમાણે જ થઇ રહ્યું હતું એને એકદમ તે બંન્નેની બોટ પાણીમાં પલટી ગઇ. આ વીડિયો યુટ્યુબ પર વેડપ્લાનર વેડિંગ સ્ટૂડિયોએ શેર કર્યો છે. કપલનું નામ તજિન અને શિલ્પા છે. બંન્ને પમ્બા નદીમાં શૂટ કરાવવા પહોંચ્યાં હતાં.
  Published by:Kaushal Pancholi
  First published: