કેજરીવાલની લોકપ્રિયતામાં વધારો: આગામી ચૂંટણીમાં પણ લોકો તેમને જ CM ઇચ્છે છે

News18 Gujarati
Updated: January 5, 2019, 2:49 PM IST
કેજરીવાલની લોકપ્રિયતામાં વધારો: આગામી ચૂંટણીમાં પણ લોકો તેમને જ CM ઇચ્છે છે
અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભામાં

દિલ્હીમાં આમ આદમી પાર્ટીનાં નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળ્યો છે.

  • Share this:
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભલે એન્ટી ઇન્કમ્બસી જોવા મળી હતી પણ આ પ્રવાહ દિલ્હીમાં જોવા મળ્યો નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનાં નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળ્યો છે.

ઇન્ડિયા ટૂડેનાં પોલિટીકલ સ્ટોક એક્સચેન્જ દ્રારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, દિલ્હીનાં લોકોમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા વધી છે અને તેમના શાસનથી લોકો ખુશ છે.

આ સર્વેમાં 49 ટકા ઉત્તરદાતાઓએ આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલને ટેકો આપ્યો હતો. આ પહેલા ઓક્ટોબરમાં આ જ પ્રકારનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 47 ટકા લોકોએ તેમને ટેકો આપ્યો હતો. આનો મતલબ, એવો થયો કે, તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં 49 ટકા લોકોએ ટેકો આપતા તેમની લોકપ્રિયતામાં બે ટકાનો વધારો જોવા મળ્યો છે.

દિલ્હીનાં નવા મુખ્યમંત્રી કોણ હોવા જોઇએ એ સવાલનાં જવાબમાં 14 ટકા લોકોએ ભારતીય જનતા પાર્ટીનાં મનોજ તિવારીને ટેકો આપ્યો. પણ મોટાભાગનાં લોકોએ અરવિંદ કેજરીવાલને જ ટેકો આપ્યો અને દિલ્હીનાં લોકો તેમને જ હવે પછીનાં મુખ્યમંત્રી જોવા ઇચ્છે છે.

જો કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભલે ભાજપની હાર થઇ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં દિલ્હીમાં ઘટાડો નોંધયો નથી. લોકો હજુ પણ તેમને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે.

49 ટકા લોકોએ કહ્યું કે, હવે પછીની ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ હોવા જોઇએ. જ્યારે 40 ટકા લોકોએ કહ્યુ કે, 40 ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે. ત્રીજા નંબરે લોકો અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે.જો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનાં ગઠબંઠન મામલે લોકો વચ્ચે ખાસ્સો મતભેદ છે અને તેમનું મન કળવા દેતા નથી.

 

 
First published: January 5, 2019, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading