UPSCમાં ટોપર રહેલા IAS શાહ ફૈઝલે આર્ટિકલ 35-Aને ખતમ કરવા અંગે શું કહ્યું?

શાહ ફૈઝલ

"બંધારણમાં જમ્મુ-કાશ્મીર માટે અમુક વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. આ એક અનોખી વ્યવસ્થા છે. આ ભારતની અખંડિતતા માટે કોઈ ખતરો નથી."

  • Share this:
    UPSC ટોપર રહેલા કાશ્મીરી IAS શાહ ફૈઝલનું બંધારણની કલમ 35-એ રદ કરવા અંગે કહેવું છે કે તેનાથી દેશના બાકી ભાગથી જમ્મુ-કાશ્મીરનો સંબંધ ખતમ થઈ જશે. 2010ની યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં ટોપર રહેલા શાહ ફૈઝલ હાલ મીડ-કરિયર માસ્ટર્સ પ્રોગામમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા છે.

    ફૈઝલે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, "હું કલમ 35-એની સરખામણી નિકાહનામા સાથે કરીશ. તમે તેને ખતમ કરો છો તો સંબંધ ખતમ થઈ જાય છે. તેના પછી ચર્ચા માટે કંઈ જ બાકી નથી રહેતું." તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું વિલય ભારતમાં બંધારણ લાગૂ થયા પહેલા થયું હતું."

    તેમણે કહ્યું, "જે લોકો એવું કહે છે કે વિલય અત્યારે પણ કાયમ છે, તે લોકો એવું ભૂલી જાય છે કે વિલય 'રોકા'ની જેમ હતું. કારણ કે એ સમયે સંવિધાન લાગૂ ન હતું. જો નિકાહનામાને ખતમ કરી દેવામાં આવે તો શું ત્યારે પણ 'રોકા' બે લોકોને બંધનમાં રાખી શકે."

    આઈએએસ અધિકારીએ વધુમાં કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં વિશેષ દરજ્જાથી દેશની સંપ્રભુતા અને અખંડિતતાને કોઈ ખતરો નથી. મુદ્દા પર ભ્રમિત થવાની જરૂર નથી. ભારતની સંપ્રભુતા અને અખંડિતતાને પડકારી નથી શકાતી. જરા પણ નહીં. બંધારણમાં જમ્મુ-કાશ્મીર માટે અમુક વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. આ એક અનોખી વ્યવસ્થા છે. આ ભારતની અખંડિતતા માટે કોઈ ખતરો નથી."

    નોંધનીય છે કે ફૈઝલ વિરુદ્ધ પહેલાથી જ જમ્મુ-કાશ્મીરની સરકાર દ્વારા શિક્ષાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે, દેશમાં ઘટી રહેલા રેપની ઘટનાઓ અંગે સતત ટ્વિટ્સ કરવા બદલ કેન્દ્રના પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી ફૈઝલ સામે કાર્યવાહી કરવાના જમ્મુ-કાશ્મીર સરકારને આદેશ કરાયા હતા.

    કોણ છે શાહ ફૈઝલ

    વ્યવસાયથી ડોક્ટર એવા શાહ ફૈઝલ 2010માં યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહ્યા હતા. ફૈઝલ એવા બીજી કાશ્મીરી છે જેમને આવી સફળતા મળી હોય.

    આતંકીઓએ કરી હતી પિતાની હત્યા

    IAS ફૈઝલના પિતા ગુલામ રસુલ શિક્ષક હતા. તેના પિતાની કુપવાડા જિલ્લાની સરહદ પર હત્યા કરી નાખવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફૈઝલના પિતાએ આતંકીઓને શરણ આપવાનો ઇન્કાર કરી દીધો હતો, આથી તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: