જમ્મુ-કાશ્મીરમાં બેંક લૂટવા આવેલા આતંકીઓને લોકોએ આ રીતે ભગાવ્યા

  • Share this:

કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં સ્થાનિક લોકોનાં સાહસ અને વિરોધનાં કારણે આતંકવાદીઓની એક મોટી અને કાવતરાને નાકામ કરી દીધુ છે. ખેરખર આતંકીઓ દ્વારા પુલવામાનાં ત્રાલ વિસ્તારમાં સ્થિત જમ્મુ-કાશ્મીર બેંકની એક શાખામાં લૂટની પ્રયત્ન કર્યો હતો, દરમિયાન સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો, જેતી આતંકીઓનું આ કાવતરું નાકામ કરી દીધુ હતું.


સ્થાનિક લોકોનાં વિરોધથી આતંકીને ભાગવું પડ્યું
આ સમગ્ર ઘટના વિશે કાશ્મીર રેંઝનાં આઇજી મુનીર ખાને જણાવ્યુ કે, ગઝવાત-એ-હિંદ સંગઠનનાં આતંકી ઝાકીર મૂસા અને તેના બીજા બે સાથીઓએ મંગળવારનાં રોજ ત્રાલનાં નૂરપોરા સ્થિત જમ્મૂ-કાશ્મીર બેંકની શાખામાં બેંક લૂટવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન આતંકીઓની ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના વિસ્તારમાં રહેનારા તમામ સ્થાનિક લોકોએ આતંકીઓ વિરોધ નારા લગાવ્યા હતા અને સાથે જ તેમના પર પથ્થરમારો કર્યો હતો. અચાનક આવેલા સ્થાનિક લોકોના પથ્થરમારાથી ડરીને આતંકીઓએ ભીડ પર ફાયરિંગ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ જબરદસ્ત વિરોધનાં પગલે તેઓ ફરાર થઇ ગયા હતાં.


પોલીસે સ્થાનિક લોકોની થાબડી પીઠ
પોલીસે જણાવ્યુ કે, આતંકી આ બેંકમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટે પહોંચ્યા હતાં, પરંતુ સ્થાનિક લોકોનાં વિરોધનાં કારણે તેમનુ નાપાક કાવતરૂં સફળ થઇ શક્યુ નહી. સ્થાનિક લોકોના આ સાહસનાં કારણે બેંકમાં માત્ર 97000 રૂપિયાની જ લૂટ કરી શક્યા. ત્યાં જ બેંક રોબરીનાં નાકામ થયા બાદ સ્થાનિક લોકોનાં સાહસનાં વખાણ કરતા આઇજી મુનીર ખાને સામાન્ય નાગરિકોનો આભાર માન્યો હતો. પોલીસ અનુસાર બેંક લૂટના કાવતરાનાં સંબંધમાં અવંતીપોરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

First published: