કેન્દ્ર સરકારે (Central Government)જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)માંથી આર્ટિકલ 370 હટાવીને કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરી દીધો હતો. આ પછી ત્યાં સેના મુકી દેવામાં આવી હતી, જેથી કોઇ અપ્રિય ઘટનાથી બચી શકાય. જોકે હવે ધીરે-ધીરે કાશ્મીરની સ્થિતિઓ સામાન્ય થઈ રહી છે.
બુધવારે આ વિશે વાત કરતા જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ કહ્યું હતું કે આતંકી (Terrorist)સંગઠનોમાં સ્થાનિક યુવાઓની ભરતી થવાનો કોઈ રિપોર્ટ આવ્યા નથી. જેનો મતલબ એ છે કે સ્થાનિક યુવાનોની આતંકવાદી સંગઠનોમાં ભરતી ઉપર પૂરી રીતે લગામ લગાવી દીધી છે.
ડીજીપીએ એમ પણ કહ્યું હતું કે દક્ષિણી કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ફળના વેપારીઓને ધમકાવવાનો મામલો સામે આવ્યો હતો. જોકે પોલીસને આ સ્થિતિ વિશે ખબર છે અને તેની ઉપર ધ્યાન આપી રહ્યા છીએ.
ડીજીપી દિલબાગ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આતંકી સંગઠનોમાં સ્થાનિક યુવાઓની નવી ભરતીનો કોઈ રિપોર્ટ નથી. આ પહેલા કેટલાક યુવાઓ ભરમાયા હતા. તેમાંથી ઘણાને પાછા લાવવા સફળ રહ્યા છીએ. કેટલાક સ્થાનો પર ઘુસણખોરીના સમાચાર છે. ગત મહિને ગુલમર્ગ સેક્ટરમાં બે પાકિસ્તાની આતંકીઓને સેનાએ પકડ્યા હતા.
ગત સપ્તાહે સેનાએ કહ્યું હતું કે ઘાટીમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાન (Pakistan)આતંકીઓને કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવાની પૂરી રીતે પ્રયત્ન કરી રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર