આર્ટિકલ 370 પર કોંગ્રેસની પ્રતિક્રિયા, કહ્યું- બીજેપીની સરકારે દેશનું માથું કાપી લીધું

બીજેપીની સરકારે દેશનું માથું કાપી લીધું, ભારત સાથે દગો કર્યો : કોંગ્રેસ

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું હાલ તમને લાગી રહ્યું છે કે તમે જીત મેળવી લીધી છે પણ તમે ખોટા છો અને ઇતિહાસ તમને ખોટો સાબિત કરશે

 • Share this:
  જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાગ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની કોંગ્રેસે ટિકા કરી છે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે બીજેપીની સરકારે દેશનું માથું કાપી લીધું છે અને આ ભારત સાથે દગો છે. ગુલામનબી આઝાદે એમ પણ કહ્યું કે સરકારે ચીન અને પાકિસ્તાનની સરહદ સાથે રહેલા સંવદનશીલ રાજ્ય સાથે છેડછાડ કરી છે. જેનો તેમની પાર્ટી અને બીજા વિપક્ષી દળો જોરશોરથી વિરોધ કરશે.

  કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે આજે આપણે વિચાર કરવો જોઈએ કે આપણે બધા અહીં કેમ છીએ અને લોકતંત્રમાં શું થાય છે. મને ખબર છે કે બિલ પાસ થઈ જશે કારણ કે તમે બહુમત બનાવી લીધું છે. જેથી અમે આ માટે કશું કરી શકતા નથી. તમે આને ઐતિહાસિક ક્ષણ કહી રહ્યા છો પણ ઇતિહાસ નક્કી કરશે કે આ ઐતિહાસિક છે કે નહીં.

  આ પણ વાંચો - J&K માંથી હટાવી આર્ટિકલ 370, પાકિસ્તાનના શેરબજારમાં હાહાકાર

  પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ધારા 370ને લઈને કહ્યું હતું કે તમે આને સદનમાં લાવી શકતા હતા, તેની ઉપર ચર્ચા થઈ શકતી હતી. બંને સદનોમાં બે તૃતિયાંશ બહુમત તેમાં સામેલ છે તો સંવિધાનમાં સંશોધન થવું જોઈએ. ત્યારે તમે 35A, 370ને હટાવી શકતા હતા. પણ આ રીતે કાશ્મીરી લોકો, રાજનીતિક દળો સાથે ચર્ચા કર્યા વગર એકતરફી નિર્ણય કરવો, સંસદમાં રજુ ન કરવું આ સંવિધાનના વિરોધમાં છે.

  કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે રાજ્યસભામાં કહ્યું હતું કે હાલ તમને લાગી રહ્યું છે કે તમે જીત મેળવી લીધી છે પણ તમે ખોટા છો અને ઇતિહાસ તમને ખોટો સાબિત કરશે. આવનારી પેઢીઓને અંદાજ આવશે કે આજે સદનમાં કેટલી ગંભીર ભૂલ કરી છે.
  Published by:Ashish Goyal
  First published: