શ્રી રાજપૂત કરણી સેનાએ રાજસ્થાનના શિક્ષણ મંત્રી કિરણ મહેશ્વરીને કાન અને નાક કાપવાની ધમકી આપી છે. કિરણ મહેશ્વરી પર આરોપ લગાવ્યો છે કે તેમણે રાજપૂતોની સરખામણી ઊંદરો સાથે કરી હતી. જોકે મંત્રીએ કહ્યું કે તેમનો ઇશારો સમુદાય માટે ન હતો. તે છતાંપણ રાજપૂત સંગઠને આ માટે મંત્રી માફી માગે તેવી માગ કરી છે. કોંગ્રેસે પણ તેમને આપેલા નિવેદનની નીંદા કરી છે.
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મહેશ્વરીને આવનારી વિધાનસભા ચૂંટણીમાં સર્વ રાજપૂત સમાજ સંઘર્ષ સમિતિ દ્વારા બીજેપી સામે પ્રચાર કરવાના નિર્ણય પર તેમની પ્રતિક્રિયા પૂંછવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ' એવા પણ લોકો છે જે વરસાદના ઊંદરો જેવા હોય છે, તેઓ ચૂંટણી આવતા જ પોતાના દરમાંથી બહાર આવે છે.'
કરણી સેનાએ મંગળવારના રોજ પોતાની બેઠક પછી મંત્રીને માફી માગી લો નહીં તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. કરણી સેનાએ કહ્યું કે તેમને યાદ હશે કે આવા નિવેદનો આપતા પદ્માવત સમયે દીપિકા પાદુકોણનો હાલ કેવો થયો હતો.
કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ મહિપાલ મકરાણાએ એક વીડિયોમાં કહ્યું છે કે, 'રાજસ્થાનમાં રાજપૂત સમાજના સમર્થનને કારણે બીજેપી મજબૂત સ્થિતિમાં છે. ગત વિધાનસભા ચૂંટણીમાં મહેશ્વરીએ આજ ઊંદરોને કારણે ચૂંટણી જીતી હતી અને હવે આવનારી ચૂંટણીમાં અમે તેમને શબક શીખવીશું.'
તેમણે કહ્યું કે તેમની વિધાનસભામાં 40,000 રાજપૂત મતદાતા છે. તેમણે તરત માફી માગવી જોઇએ. રાજ્ય સરકારે પણ આ અંગે નિવેદન આપવું જોઇએ. અમે મહિલાઓને ઘણું સન્માન આપીએ છીએ પરંતુ અમે મહિલા દ્વારા અમારા સમાજનું અપમાન સહન નહીં કરીએ.
જોકે મહેશ્વરીએ રાજપૂતો સામે કોઇપમ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવાની વાત નકારી છે અને તેમણે સ્પષ્ટ કરતા કહ્યું કે કોંગ્રેસ તેમના નિવેદનને તોડીને સમુદાય સામે મુકે છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે પણ તેની નિંદા કરતાં કહ્યું છે કે મહેશ્વરીએ આખા રાજપૂત સમાજ સામે માફી માંગવી જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર