કર્ણાટક: ધો. 10માં એક માર્ક માટે કરાવ્યું રીચેકિંગ તો થઇ ગયા 100%

News18 Gujarati
Updated: June 9, 2018, 2:41 PM IST
કર્ણાટક: ધો. 10માં એક માર્ક માટે કરાવ્યું રીચેકિંગ તો થઇ ગયા 100%
News18 Gujarati
Updated: June 9, 2018, 2:41 PM IST
સામાન્ય રીતે વિદ્યાર્થી ઓછા માર્કસ આવે તો રી-ચેકિંગ કરાવતા હોય છે અને આશા રાખે કે તેના થોડા માર્ક વધી જાય. કર્ણાટકમાં 10માં ધોરણમાં ટોપર રહેલા એક વિદ્યાર્થીએ રીચેકિંગ એટલા માટે કરાવ્યું કે એક વિષયમાં તેને એક માર્ક ઓછો આવ્યો હતો. તેને રીચેકિંગમાં એક માર્ક મળી ગયો જેના કારણે તેના 100 ટકા થઇ ગયા.

કર્ણાટક બોર્ડમાં દસના ટોપર રહેલા મોહમ્મદ કૈફ મૂલ્લાને પહેલા 625માંથી 624 ગુણ મળ્યાં હતાં. તો પણ તે સંતુષ્ટ ન હતો તેથી તેણે રીચેકિંગ કરાવ્યું જેના કારણે તેનો એક માર્ક વધી ગયો અને 625માંથી 625 ગુણ મળી ગયા હતાં.

જણાવીએ કે વિજ્ઞાનમાં તેને એક ગુણ ઓછો આવ્યો હતો ત્યારે તે સંયુક્ત વિદ્યાર્થી ટોપર હતો પરંતુ હવે તે એકલો ટોપર બની ગયો છે. કૈફ 13 લાખ વિદ્યાર્થીમાંથી એક એવો છોકરો છે જેના 100 ટકા આવ્યાં છે. સમાચાર વેબસાઇટ ક્વિંટ પ્રમાણે કૈફ સિવિલ સેવામાં જવા માંગે છે અને તેણે 11માં ધોરણમાં સાઇન્સ લેવાનો નિર્ણય કર્યો છે.

કૈફના પિતા હારૂન રાશિદ મુલ્લા ઉર્દૂના જ્યારે માતા પરવીન મુલ્લા કન્નડના શિક્ષક છે. એક વેબસાઇટમાં આપેલા ઇન્ટરવ્યૂમાં મુલ્લાએ કહ્યું કે તે તમામ વિષયોની પરિક્ષા પછી જવાબોને મેં મારા ટીચર, નોટબુક અને મોડલ આંશર શીટ સાથે સરખાવ્યાં હતાં અને માલા બધા જ જવાબ સાચ્ચાં હતાં. તેથી મને રીચેકિંગ માટે માર્ક વધશે તેવો વિશ્વાસ હતો.
First published: June 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...