મંત્રીએ હોટલમાં આપી 25, 000 રૂપિયાની ટિપ, કુકને મક્કા મોકલવાનો કર્યો વાયદો

મંત્રીએ હોટલમાં આપી 25, 000 રૂપિયાની ટિપ, કુકને મક્કા મોકલવાનો કર્યો વાયદો
કર્ણાટકના મંત્રી જમીર અહમદ ખાને એક રેસ્ટોરન્ટમાં 25, 000 રૂપિયાની ટિપ આપી

હનીફે કહ્યું હતું કે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદને સર્વ કરી ચૂક્યો છે પણ કૂકિંગ માટે આવી પ્રશંસા ક્યારેય મળી નથી

 • Share this:
  કર્ણાટકના મંત્રી જમીર અહમદ ખાને એક રેસ્ટોરન્ટમાં 25, 000 રૂપિયાની ટિપ આપી દીધી હતી. મેંગલોરના એક ફિશ રેસ્ટોરન્ટમાં પાર્ટનર હનીફ મોહમ્મદ આ સમયે વિશ્વાસ ન થયો કે મંત્રીએ આટલા બધા રુપિયા ટિપમાં આપી દીધા છે. રેસ્ટોરન્ટના ભોજનથી પ્રભાવિત થઈ મંત્રીએ હનીફને મક્કા મોકલવાની ઓફર પણ કરી હતી.

  જમીર અહમદ ખાન ગુરુવારે એક ઓફિશિયલ મીટિંગ માટે ગયા હતા. લંચ માટે તે ત્યાં ફિશ માર્કેટ ગયા હતા. તેમની સાથે ઘણા લોકો હતા. રેસ્ટોરન્ટના બીજા પાર્ટનર અંસારે કહ્યું હતું કે પોમ્ફ્રેટ અને અંજલ સાથે માછલીઓની વેરાઇટી આપી હતી. મંત્રી ખાને કહ્યું હતું કે તેણે ક્યારેય આટલું સ્વાદિષ્ટ સીફૂડ ખાધું નથી. ખાને કુક હનીફને બોલાવ્યો હતો અને તેને પાસે બેસાડી પોતાની પ્લેટમાંથી જમાડ્યો હતો.  મંત્રી ખાને બધા કર્મચારીઓને 20, 000 રૂપિયા ટિપ આપ્યા હતા અને હનીફને 5000 રૂપિયા આપ્યા હતા. મંત્રીના પર્સનલ આસિસટન્ટ હનીફે બધી ડિટેલ્સ લીધી હતી. હનીફે કહ્યું હતું કે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદને સર્વ કરી ચૂક્યો છે પણ કૂકિંગ માટે આવી પ્રશંસા ક્યારેય મળી નથી. 18 વર્ષના પ્રોફેશનલ લાઇફમાં આ યાદગાર દિવસ હતો.

  મંત્રી ખાન આ પહેલા પણ પોતાના ઉદાર સ્વભાવ માટે ચર્ચામાં રહ્યા છે. તે બે સપ્તાહ પહેલા જોડુપલામાં થયેલા ભુસ્ખલનમાં બચાવકાર્યમાં મદદ કરનાર ચાર યુવાનોને 1 લાખ રુપિયાનું ઇનામ આપ્યું હતું. આ જ દિવસે શહેરમાં એડ્સ પીડિત બાળકો માટે બનેલ સ્નેહદીપને10 લાખ રુપિયા ડોનેટ કર્યા હતા.
  First published:October 21, 2018, 16:05 pm

  टॉप स्टोरीज