Home /News /india /

યેદિયુરપ્પાના રાજીનામા બાદ રાહુલે કહ્યું, 'મોદી ખુદ ભ્રષ્ટાચારનું મૂળ'

યેદિયુરપ્પાના રાજીનામા બાદ રાહુલે કહ્યું, 'મોદી ખુદ ભ્રષ્ટાચારનું મૂળ'

  કર્ણાટક વિધાનસભામાં શનિવારે થનારા બહુમત પરીક્ષણ માટે ગવર્નરે પ્રોટેમ સ્પીકર તકીકે બીજેપીના એમએલએ કે.જી બોપૈયાને નિયુક્ત કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ અને જેડીએસએ કે.જી બોપૈયાની નિયુક્તિ પર સવાલો ઉઠાવતા શુક્રવારની રાતે સુપ્રીમ કોર્ટમાં અરજી નોંધાવી છે. આ મામલામાં આજે સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

  સીજેઆઈ દીપક મિક્ષાએ કર્ણાટક મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એ.કે સિકરીની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની પીઠની સામે આ મામલાને મુક્યો છે. પીઠ સવારે 10.30 કલાકે 10.30 કલાકે આ મામલામાં સુનાવણી કરશે.
  સૂત્રો પ્રમાણે કોંગ્રેસ અને જેડીએસ તરફથી દેવદત્ત કામતે સાંજે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારની સામે અરજી કરી છે. પરંતુ અરજીમાં કેટલીક ભૂલો હતી જેને સુધારી લેવામાં આવી છે.

  નવી અરજી મોડી રાતે રજિસ્ટ્રીમાં નોંધાવવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર આની પર વિચાર કરવા માટે સીજેઆઈના આવાસ પર પહોંચ્યા હતાં.

  અરજીમાં ભાજપ ધારાસભ્ય બોપૈયાને અસ્થાયી અધ્યક્ષ નિયુક્તિની નિર્ણયને દ્વસ્ત કરવાની માંગ કરી છે. કોંગ્રેસે આ પરંપરા વિપરીત છે તેમ જણાવતા કહ્યું કે, સામાન્ય રીતે આ પદ પર સૌથી વરિષ્ઠ સભ્યની નિયુક્તિ થાય છે. આવેદનમાં રાજ્યપાલ દ્વારા કરાયેલી આ નિયુક્તિ અસંવૈધાનિક પગલું ગણાવ્યું છે.

  આજે થશે ફ્લોર ટેસ્ટ
  કર્ણાટકમાં સરકાર બનાવવા અંગે ગરમાયેલા રાજકારણ વચ્ચે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વિધાનસભામાં આજે શનિવારે સાંજે ચાર કલાકે શક્તિ પરીક્ષણ થશે. કોર્ટના આ નિર્ણય પછી હવે યેદિયુરપ્પાએ સદનમાં પોતાનું બહુમતી સાબિત કરવાનું રહેશે.કર્ણાટક ચૂંટણીમાં બીજેપી 104 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. વિધાનસભાની 224માંથી 222 સીટો પર મતદાન થયું હતું. આવી સ્થિતિમાં બહુમત માટે કોઇપણ પાર્ટીને ઓછામાં ઓછા 112 વિધાયકોની જરૂર પડે છે. ચૂંટણી પછી કોંગ્રેસ (78) અને જેડીએસે (38) ગઠબંધન કરી દીધું હતું અને અન્ય બે અપક્ષ ઉમેદવાર પણ તેમની સાથે આવી ગયા હતાં. જેના કારણે આ ગઠબંધનમાં કુલ 118 ધારાસભ્યોનું સમર્થન છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: BJP Karnataka election, Karnataka election result

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन