કર'નાટક': કોંગ્રેસ-જેડીએસને 'હોર્સ ટ્રેડિંગ'નો ડર, ધારાસભ્યો બેંગ્લુરૂથી હૈદરાબાદ પહોંચ્યા

 • Share this:
  કર્ણાટકની રાજનીતિમાં હાલ તોફાન આવ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનેલી બીજેપીએ હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે સરકાર તો બનાવી લીધી પરંતુ હજી બહુમતી સાબિત કરી નથી શક્યાં. 112નો જાદૂઇ આંકડો મેળવવા માટે બીજેપીને હજી 8 ધારાસભ્યોની જરૂર છે. એટલે જ કોંગ્રેસ-જેડીએસને ડર છે કે બીજેપી તેના ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો કરે છે. જેના કારણે તેમના ધારાસભ્યોને બેંગ્લૂરૂના ઇગલ્ટન રિસોર્ટથી હૈદરાબાદ લઇ જવામાં આવ્યાં છે.

  કોંગ્રેસના ધારાસભ્યો હૈદરાબાદના પાર્ક હયાત હોટલ પહોંચ્યા છે જ્યારે થોડીવારમાં જેડીએસના ધારાસભ્યો પણ પહોંચશે.

  કોંગ્રેસ-જેડીએસ પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટે બેંગ્લુરૂના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતાં. જ્યાં સુરક્ષા પણ ઘણી સખત હતી. પરંતુ ગુરૂવારે સીએમ બનતાની સાથે જ યેદિયુરપ્પાએ રિસોર્ટમાંથી સિક્યોરિટી ઓફિસરો અને પોલીસને પાછા બોલાવી લીધા હતાં. જે પછી બંન્ને પાર્ટીઓએ ધારાસભ્યોને અન્ય રાજ્યમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો જ્યાં બીજેપી સરકાર ન હોય.

  ફાઇવ સ્ટાર હોટલમાં 100 રૂમ બૂક
  બંન્ને પાર્ટીઓના ધારાસભ્યોને કોચ્ચિના એક ફાઇવ સ્ટાર હોટલમાં રાખવામાં આવશે. જેના માટે હોટલના 100 રૂમ બુક કરવામાં આવ્યાં હતા. તેમને ત્યાં લાવવા લઇ જવા માટે ત્રણ હેલિકોપ્ટટરની પણ માંગ કરવામાં આવી હતી પરંતુ તંત્રએ તે આપવાની ના કહી દીધી છે. જેના કારણે દરેક ધારાસભ્યોને હવે સ્પેશિયલ બસમાં રાતે જ કોચ્ચિ રવાના કરી દેવામાં આવ્યાં છે.

  લાંચ આપવા રિસોર્ટમાં ગયા હતાં બીજેપી નેતા
  કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બીજેપી તેના ધારાસભ્યોને લાંચ આપવા માટે રિસોર્ટમાં ઘુસ્યા હતાં. કોંગ્રેસના બે ધારાસભ્યો પણ ગૂમ છે.

  ધારાસભ્યોને ધમકી ભરેલા ફોન આવી રહ્યાં છે
  બેંગ્લૂરૂમાં કોંગ્રેસના ધારાસભ્ય યશોમતી ઠાકુરે આરોપ લગાવ્યો કે તેમણે પોલીસ સુરક્ષા પાછી ખેંચી લીધી. તેમણે આરોપ લગાવ્યો કે અમારા ધારાસભ્યોને ધમકીવાળા ફોન આવતાં હતાં. ફ્લાઇટની પણ મંજૂરી મળી નથી રહી શું આપણે સાચે લોકતંત્રમાં રહીએ છીએ?
  Published by:Kaushal Pancholi
  First published: