રાહુલ ગાંધીના ભાષણ પછી ગુગલ પર ‘જુમલા’ શબ્દની ધૂમ, કર્ણાટક સૌથી આગળ

News18 Gujarati
Updated: July 20, 2018, 6:26 PM IST
રાહુલ ગાંધીના ભાષણ પછી ગુગલ પર ‘જુમલા’ શબ્દની ધૂમ, કર્ણાટક સૌથી આગળ
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

  • Share this:
લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન પક્ષ અને વિપક્ષમાં જોરદાર ચર્ચા જોવા મળી હતી. જોકે બીજી તરફ ગુગલ પર કાંઈક અલગ જ ચાલી રહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે થોડાક દિવસો પહેલા એક નવો જુમલા સ્ટ્રાઇક, એમએસપીનો જુમલા સ્ટ્રાઇક થયો છે. પ્રધાનમંત્રીએ આખા દેશમાં 10 હજાર કરોડનો ફાયદો આપ્યો છે જ્યારે કર્ણાટક સરકારે ફક્ત એક પ્રદેશમાં જ 34000 કરોડ રૂપિયાનો ફાયદો આપ્યો છે.

રાહુલે કહ્યું હતું કે આપણે બધા જુમલા સ્ટ્રાઇકના શિકાર છીએ. રાહુલના ભાષણ દરમિયાન જ ‘જુમલા’શબ્દને ગુગલ પર સર્ચ કરવામાં આવી રહ્યું હતું. આ વિશે સૌથી વધારે કર્ણાટકના લોકોમાંજાણવાની ઇચ્છુકતા હતી કે આ શબ્દનો અર્થ શું થાય છે.

‘જુમલા’હિન્દી/ઉર્દુ શબ્દ છે જે ખોટા વાયદા કરવા માટે કહેવત તરીકે પ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ ગુજરાતીમાં ઘણો સામાન્ય છે. દક્ષિણ ભારતમાં હિન્દી વધારે બોલવામાં આવતી નથી તેથી આ શબ્દનો મતલબ જાણવા પ્રયત્ન કરી રહ્યા હતા. આ શબ્દ સાથે જોડાયેલા સર્ચ ટેગ એ વાતનો ઇશારો કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું હતું તેનો અર્થ શું હતો.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે પ્રધાનમંત્રી જી એ કહ્યું હતું કે હું દેશનો ચોકીદાર છું, દેશની ચોકીદારી કરીશ. પણ તે ચોકીદાર નહીં ભાગીદાર છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આખો દેશ પ્રધાનમંત્રીના ‘જુમલા સ્ટ્રાઇક’થી પરીચિત થઈ ગયો છે.
First published: July 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading