ફ્લોર ટેસ્ટમાં પાસ થયા કુમારસ્વામી, BJPનું વિધાનસભામાંથી વોકઆઉટ

News18 Gujarati
Updated: May 25, 2018, 4:15 PM IST
ફ્લોર ટેસ્ટમાં પાસ થયા કુમારસ્વામી,  BJPનું વિધાનસભામાંથી વોકઆઉટ

  • Share this:
એચડી કુમારસ્વામીએ કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે . તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, જનાદેશ બીજેપી માટે ન હતો. તેમનું સંબોધન ચાલતું હતું ત્યારે જ બીજેપીએ વોકઆઉટ કર્યું હતું. જ્યારે બીજી તરફ યેદિયુરપ્પાએ કોંગ્રેસ-જેડીએસ સરકારને ચેતવણી આપી કે જો 24 કલાકમાં તેઓ ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો તેઓ અને તેમની પાર્ટી આખા રાજ્યમાં આંદોલન કરશે.

BJPએ કર્યું હતું  વોકઆઉટ

ટ્રસ્ટ વોટનો પ્રસ્તાવનું સંબોધન ચાલુ જ હતું ત્યારે બીજેપીએ સદનમાંથી વોક આઉટ કરી લીધું છે. 222 સભ્યની વિધાનસભામાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન પાસે કુલ 118 ધારાસભ્યોનું સમર્થન છે.

કોંગ્રેસના રમેશ કુમાર બન્યા સ્પીકર

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના બહુમત પરીક્ષણ પહેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને મોટી રાહત મળી છે. વિધાનસભાના પદ માટે બીજેપીએ પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યું છે. જે બાદ કોંગ્રેસના રમેશ કુમારની વિધાનસભાના સ્પીકર તરીકે પસંદગી થઇ છે. તેઓ શ્રીનિવાસપુરના કોંગ્રેસના ધારાસભ્ય છે.

 'ઓપરેશન કમલ'નો ડરકર્ણાટકમાં છેલ્લા દસ દિવસોમાં રાજકારણ જોરદાર ગરમાયું છે. જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદની શપથ તો લઇ લીધી પરંતુ આજે ફ્લોર ટેસ્ટ પહેલા તેમને 'ઓપરેશન કલમ'નો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસ નેતા અને ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરે કહ્યું કે, જરૂરી નથી કે અમારી પાર્ટી પાંચ વર્ષ સુધી કુમારસ્વામીની જેડીએસને સમર્થન આપે. બીજી તરફ જેડીએસ અને કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ પહેલા પોતાના ધારાસભ્યો અંગે કોઇ રિસ્ક લેવા નથી માંગતા એટલે બંન્ને પાર્ટીઓએ પોતાના ધારસભ્યોને હજી રિસોર્ટમાં જ રાખ્યાં છે.

ગત શનિવારે બે દિવસના કાર્યકાળ પછી સીએમ બનેલા યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. જે પછી રાજ્યપાલે કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. કુમારસ્વામીએ બુધવારે મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. કુમારસ્વામીના શપથગ્રહણમાં કોંગ્રેસ, સપા, બસપા, ટીએમસી, ટીડીપી, ટીઆરએસ અને આપ જેવી પાર્ટીઓના અધ્યક્ષ પણ સામેલ થયા હતાં. આ બધા સાથે મળીને બીજેપી સામે એક થવાનો પ્રયત્ન કર્યો હતો.

'કિંગમેકર' નહીં પરંતુ 'કિંગ' બન્યા કુમારસ્વામી

જેડીએસ પ્રમુખ એચડી કુમારસ્વામીએ ચૂંટણી પહેલા દાવો કર્યો હતો કે તેઓ 'કિંગમેકર' નહીં પરંતુ 'કિંગ' હશે. તેમની આ વાત સાચી સાબિત થઇ છે અને તેમની પાર્ટીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં માત્ર 37 સીટો મળી તે છતાંપણ તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
First published: May 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading